એચ.એન.શુકલ ઓફ કોલેજ દ્વારા આજે સ્ટેટ લેવલ કોન્ફરન્સ-૨૦૧૭નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી. હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડિયાનીક ઈન્ફોટેક લીમીટેડ અમદાવાદના ડાયરેકટર મીહીરભાઈ રાવલ અને એસસીએમ સોફટ સોલ્યુશનના ચેરપર્સન હિરેનભાઈ ઘેલાણીએ હાજરી આપી હતી. આ કોન્ફરન્સની શ‚આત ચીફ ગેસ્ટ દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રથમ સેશન્સમાં પ્રો.પરાગ શુકલએ વિદ્યાર્થીઓને પ્રેકટીલ ઈમ્પલીમેન્ટેશન ઓફ રીઅલ ટાઈમ બીગ ડેટા એનાલીસીસ અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને બપોર બાદ ડો.અતુલ ગોસાઈએ ગુગલ સર્વિસીસ વિષયક માહિતી પુરી પાડી હતી. ૨૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ કોન્ફરન્સનો લાભ મેળવ્યો હતો. એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજના પ્રેસીડેન્ટ ડો.નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ ‚પાણી, કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાઘરે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં અને અનેક રીતે માહિતગાર કરવા આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.તદઉપરાંત આ કોન્ફરન્સને સફળ બનાવવા કોલેજના પ્રોફેસર જયેશભાઈ પટેલ, મયુરભાઈ શાહ, બિઝેશભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ થાનકી, સ્નેહલબેન પંડયા, જીગરભાઈ ભટ્ટ, ભૌમિકભાઈ વ્યાસ અને આઈ.ટી.ભવનના વિદ્યાર્થીઓએ ખુબ જહેમત ઉઠાવી હતી. એચ.એન.શુકલા કોલેજના પ્રોફેસર થાનકી જીજ્ઞેશભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજની આ સ્ટેટ લેવલ કોન્ફરન્સ એસ.વાય અને ટીવાયના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. આ સેમીનારમાં સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને પ્રોગ્રામીંગ કઈ રીતે કરવું, વેબસાઈટ કઈ રીતે બનાવી તેની માહિતી આપવામાં આવી હતી.કોલેજના પ્રોફેસર સ્નેહલ પંડયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આ કોલેજમાં છેલ્લા દસ વર્ષથી પ્રોફેસરની ભૂમિકા ભજવુ છું. કોલેજ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ નવી નવી ઈવેન્ટ કરતું રહે છે. આજના આ સેમીનારમાં હાલની આઈ.ટી.ક્ષેત્રની બધી જ પ્રકારની માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ પણ રસપૂર્વક આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓને માહિતી આપતા પ્રો.પરાગ શુકલે જણાવ્યું હતું કે, આજનો વિદ્યાર્થી સોશીયલ મીડીયા ક્ષેત્રે આગળ પડતો છે. પરંતુ કમ્પ્યુટર્સ લેવલની બધી જ ડીગ્રી ધરાવતા વિદ્યાર્થી બીગ ડેટા વિશેની પૂરતી માહિતી નથી અને આ ક્ષેત્ર ધરાવતી દરેક કંપનીને બીગ ડેટા ધરાવતા વિદ્યાર્થીની જ‚રીયાત પણ ઓછી જણાય છે. સોશિયલ મીડિયામાંથી આજનો યુવાન વધુને વધુ જ્ઞાન મેળવી શકે છે અને વધુમાં પ્રો.પરાગ શુકલએ વિદ્યાર્થીઓને ગુગલ સર્વિસીસ અને બીગ ડેટા વિશેનું જ્ઞાન પીરસ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.