સાંસ્કૃતિક, ભૌગોલિક અને સામાજીક વિભાજનને દૂર કરવા, વિશ્ર્વભરના લોકો વચ્ચે સમજણ, સહાનુભૂતિ અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે સામાજીક મીડિયા પ્લેટફોર્મની ક્ષમતા અગત્યની
1997માં સીકસ ડીગ્રી પ્રથમ સોશિયલ મીડિયા રજુ થઇ: 2002માં ફ્રેન્ડસ્ટરને 2003માં લીન્કેડીન બાદ 2004માં માય સ્પેસ સાથે એ જ વર્ષે ફેસબુક આવ્યું: 2005માં યુ-ટયુબ, 2006માં ટવીટર સાથે ર010માં ઇન્સ્ટ્રાગ્રામ આવ્યું: વોટસએપ 2014માં ફેસબુકે હસ્તગત કરી હતી
આજે સમગ્ર વિશ્ર્વમાં સોશિયલ મીડિયા નેટવર્કની બોલબાલા છે, ત્યારે આપણાં ેશમાં બાળથી મોટેરાઓ માટે જીવનનું અભિન્ન અંગત બની ગયું છે, તેના ફાયદા કરતાં ગેરફાયદા વધવા લાગતા ઓનલાઇન ફ્રોડના બનાવો વધવા લાગ્યા છે. જેમ જેમ આપણે ડિજિટલ મીડિયા આપતા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે. વૈશ્ર્વિકસ્તરે તેનો પ્રારંભ 1997 થી શરૂ થયો હતો. વિકસતા કોમ્પ્યુટર યુગ અને ઇન્ટરનેટ, ઇલેકટ્રોનિક ગેઝેટો આવતા આપણે ધીમે ધીમે તેના આદી બની ગયા. કાલે વિશ્ર્વ સોશિયલ મીડીયા દિવસ ઉજવાશે, 2010 થી આ દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ વિવિધતામાં એકતા: સમગ્ર વિશ્ર્વમાં હ્રદયને કનેકટ કરવું છે.
સાંસ્કૃતિક, ભૌગોલિક અને સામાજીક વિભાજનને દૂર કરવા, વિશ્ર્વભરના લોકો વચ્ચે સમજણ, સહાનુભૂતિ અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે સામાજીક પ્લેટ ફોર્મસની ક્ષમતા અગત્યની છે. લોકોમાં આ સોશિયલ નેટવર્ક બાબતે જાગૃતિ લાવવા તથા તેનો વિવેકપૂર્ણ ઉપયોગની જનજાગૃતિ લાવવા વૈશ્ર્વિકસ્તરે તેની હેશ સ્ટેગ મુવમેન્ટ ચાલી રહી છે. માત્ર બે દાયકામાં તો સોશિયલ મીડીયાએ લોકોને તેના આદી સાથે બાળથી મોટેરાને પોતાના ગુલામ બનાવી દીધા છે. 1997માં સીકસ ડીગ્રી થી પ્રથમ પ્રારંભ થયોને માત્ર પાંચ વર્ષમાં 2005માં ફ્રેન્ડસ્ટર, 2003માં લીન્કેડીન બાદ 2004માં માય સ્પેસ સાથે એ જ વર્ષે ફેસબુક આવ્યું. 2005માં યુ-ટયુબ આવતાં પસંદગી ના વિડીયો જોવાનો આનંદ શરૂ થયો, ત્યાં 2006માં ટવીટર ને 2010 માં ઇન્સ્ટાગ્રામ આવ્યું. વોટસ એપ ફેસબુકે હસ્તગત કરી લેતા નવા ફિચરોએ યુવા ધનને આ દિશા તરફ પોગલ કરી દીધા હતા.
આજે સામાજીક સંબંધોમાં પણ તેને કારણે દરારો પડવા લાગી છે. તો નાના મોટા મેસેજ, લગ્નની કંકોત્રી, આમંત્રણ કે દુ:ખદ કે સુખદ સમાચાર પણ તેના મારફત જ મળવા લાગતા લોકોને ઘણી સુગમતા રહેવા લાગી હતી. નેટવર્કને કારણે વિદ્યાર્થીઓના મોબાઇલ વપરાશને કરણે તેના શિક્ષણ ઉપર અસર પડતા તો આજે મા-બાપોને ચિંતા થવા લાગી છે. આજે ફાયદાઓ કરતાં તેના ગેરફાયદાઓ વધુ જોવા મળે છે.
આજે આંગળીના ટેરવે દુનિયા આવી જતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા લાગ્યો છે. વિશ્ર્વના ખુણે ખુણેથી લોકોને એક સાથે જોડવામાં આ શકિતનો ફાળો વિશેષ છે. આ દિવસની ઉજવણી હકારાત્મક ફેલાવા, સામાજીક મુદા, નવા લોકોને જોડવા સાથે તેનો સભાનતાપૂર્વક અને જવાબદારી પૂર્વકના ઉપયોગની જાગૃતિ માટે છે. વિવિધ માહીતી મેળવવા સોશિયલ મીડીયા નેટવર્ક ઘણું ઉપયોગી બને છે, પણ આજના યુગમાં ખોટા સમાચારો, અધુરી કે ખોટી માહીતીને કારણે લોકો ગેરમાર્ગે વધુ દોરાય છે. તાજી ખબરો ત્વરીત વિશ્ર્વભરમાં આ માઘ્યમ વડે જ ફેલાય જાય છે. આજે યુવા વર્ગ લાઇક શેરની દુનિયામાં ખોવાયેલો રહેતા તેની માનસિક દશા વધુ બગડે છે.
સકારાત્મકતા અને દયા ફેલાવવા, પ્રેરણાદાયી અવતરણો, ઉત્કર્ષ સંદેશાઓ, સારી વાતો ફેલાવવા તેનો ઉપયોગ થવો જોઇએ, પણ આજે તેનાથી સાવ ઉલ્ટી ગંગા ચાલે છે. પહેલા ટેલીફોન, પછી પેજર, ફેફસ મશીન, મોબાઇલ બાદ શોર્ટ મેસેજ સર્વિસ ને હવે છેલ્લા દોઢ દાયકાથી સોશિયલ મીડીયા ઉપયોગ વધવા લાગ્યો છે. આજના યુગમાં સોશિયલ મીડીયાને કારણે આપણો સમય ઘણો બચે છે પણ સામાજીક સંબંધો તૂટવા લાગ્યા છે. આજે ચેટીંગ કે વિડીયો કોલના રવાડે ચડતા આપણે આપણો સુવા-ઉઠવાના સમયમાં ફેરફાર કરીને જીવન શૈલી પણ બદલી નાંખી છે. આજે મીટીંગો પણ વર્ચ્યુઅલ થવા લાગી છે. આજે તો નાના બાળકનું ડાય પર વારંવાર જોઇ તેમ આપણું સોશિયલ નેટવર્ક ચેક કરીએ છીએ.
તમારા પોતાના સોશિયલ મીડીયાના ઉપયોગ અને તમારા જીવન પર તેના અસર વિશે વિચારવાનો સમય પણ કાઢજો, સોશિયલ મીડીયા માત્ર એક પ્રવૃત્તિ નથી, પણ આદાન-પ્રદાનની ઝડપી સુવિધા સાથે તમો પરિવાર સાથે સતત કનેકટ રહો તે માટે છે. ઘણી વાર મુશ્કેલીમાંથી આ નેટ વર્ક જ તમને ઉગારે છે. આજે દિવસેને દિવસે તેની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળે છે. માત્ર 14 વર્ષ પહેલાં જ આપણા જીવનમાં તેની ભુમિકા અલગ હતી. આગામી દિવસોમાં સામાજીક રીતે આપણાં રોજીંદા જીવનમાં તે કેવી અસર પાડશે તે તો સમય જ બતાવશે. આ નેટવર્ક ખરેખર માકેટીંગના ભવિષ્ય માટે શરુ થયેલ પણ આપણે તેનો ઉપયોગ બીજો કરવા લાગ્યા છીએ. ડેટા ગોપનીયતા, દ્રેષ પૂર્ણ ભાષણ, માનસિક સ્વાસ્થ્ય, ચુંંટણી પ્રભાવ અને ખોટી માહીતી વિશેની ચિંતાને કારણે આ પ્લેટ ફોર્મ્સમાંથી વધુ પારદર્શિકતા અને જવાબદારીની માંગ થઇ રહી છે. તેની સૌથી વધુ અસર એકાગ્રતા અને ઉંઘમાં વિક્ષેપ પર પડી છે.
સાડાત્રણ અબજ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
વિશ્ર્વભરમાં આજે સોશિયલ મીડીયા નેટવર્કની બોલબાલા છે. દરરોજ પ00 મીલીયન લોકો ઇન્સ્ટ્રાગ્રામ પર પોતાની વાત અપલોડ કરે છે. વૈશ્ર્વિક સ્તરે સાડા ત્રણ અબજ લોકો આ નેટવર્કનો ઉ5યોગ કરે છે. ફેસબુક, મેસેન્જર અને વોટરએપ નો ઉપયોગ કરીને દરરોજ 60 મીલીયન એસ.એમ.એસ. ટ્રાન્સમીટ થાય છે. એવરેજ 35 મીનીટ ફેસબુક વાપરવામાં સમય વાપરે છે. દરરોજ 300 કલાકના વિડીયો યુ ટયુબ પર અપલોડ થાય છે. દરરોજના 95 મીલીયન ફોટોગ્રાફસ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થાય છે.