આજે વર્લ્ડ સોશિયલ મીડિયા દિવસ
21મી સદીની મહાન શોધ એટલે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ: માનવીને રાતો-રાત હિરો અને ઝીરો પણ બનાવી શકે: ઓનલાઇન વ્યવકાર એક વિસ્તૃત અજનબી વિશ્વને તમારો પરિવાર બનાવે છે: આ નેટવર્ક થકી વિશ્વના કોઇપણ ખુણે તમે સંપર્ક કરી શકો છો
આનો વધુ પડતો ઉપયોગ માનસિક અસર કરતું હોવાથી સમાજ માટે લાલબતી છે: ઝડપી ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં આધુનિક સંસાધનો મોબાઇલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટીવી, સીનેમા, ફેસબુક, વોટસએપ વિગેરેમાં આજનો યુવાન ગળાડૂબ થતાં ભાવી પેઢીનું ભવિષ્ય અંધકાર મય થઇ જશે: દેશના 93 ટકા જેટલા યુવાનો ફેસબુક વાપરે છે
આદિકાળમાં અગ્નિ અને ચક્રની શોધ થયા બાદ ગુફાવાસીઓમાંથી માનવીએ પ્રગતિ કરી હતી. છેલ્લા 10 વર્ષમાં વિવિધ શોધ-સંશોધનો કારણે માનવીએ વિકાસ સાથે ભૌતિક સુવિધામાં વધારો કર્યો છે. હાલની ર1મી સદીમાં તો સોશિયલ મીડિયાના આવિષ્કારે તો દુનિયાની શકલ બદલાવી નાખી છે. જાુના જમાનાના યુવા ધન અને આજના યુવાધનમાં ગજબનું પરિવર્તન જોવા મળે છે. ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં અત્યારે વિશ્વને સાવ નાનુ કરીને આંગળીના ટેરવે લાવી દીધું છે. આજે વૈશ્વિક સ્તરે વર્લ્ડ સોશિયલ મીડિયા દિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે તે ભાવી પેઢી માટે ફાયદાકારક છે કે નુકશાનકર્તા તે મોટો પ્રશ્ર્ન છે.
દેશના તમામ સ્તરોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે આપણાં દેશના અંદાજે 93 ટકા જેટલા યુવાનો ફેસબુકમાં ગાળા ડુબ જોવા મળે છે. આપણા દેશમાં વિશ્વનો સૌથી વધુ સોશ્યિલ મીડિયાનો વપરાશ થઇ રહ્યો છે. વર્ષો પહેલા સંદેશા વ્યવહારમાં ક્રાંતિ થઇને સમાચારો મોકલવામાં વપરાશ થઇ રહ્યો છે. વર્ષો પહેલા સંદેશા વ્યવહારમાં ક્રાંતિ થઇને સમાચારો મોકલવામાં પણ તાર, ટપાલ રેડીયો જેવા સાધનો આવતા થોડો વિકાસ થયો પણ ઇન્ટરનેટના આગમને તો બીજી જ સેક્ધડમાં દુનિયાભરના સમાચારો મળવા લાગ્યા છે. ઓનલાઇન વ્યવહાર એક વિસ્તૃત અજનબી વિશ્વને તમામ ઘટના જોઇ શકો છો. ઓનલાઇન વ્યવહાર એક વિસ્તૃત અજનબી વિશ્વને તમારો પરિવાર બનાવે છે, આ નેટવર્ક થકી તમે વિશ્વના કોઇપણ ખુણે માત્ર સેક્ધડોમાં સંપર્ક કરી શકો છો. સોશિયલ મિડીયાએ સમાજ વ્યવસ્થા ઉપર ઘણી મોટી અસર કરે છે.
આનો વધુ પડતો ઉપયોગ માનસ પટ પર અસલર કરતું હોવાથી તે સમાજ માટે ‘લાલબતી’ સમાન છે. આજના ઝડપી ઇન્ફમેશન ટેકનોલોજીમાં આધુનિક સંશાધનો, મોબાઇલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટીવી, સીનેમા, ફેસબુક, વોટસઅપ, ટવીટર, ઇન્સ્ટ્રાગ્રામ વિગેરેમાં આજનો યુવાન ગળાડુબ જોવા મળે છે. આ ર1મી સદીની વિવિધ શોધો હવ દર વર્ષે નવી દુનિયામાં આપણને પગલાઓ પડાવશે. હમણાં હમણાં અઈં (આર્ટી ફિરયલ ઇન્ટેલીજન્સ) આવ્યું છે, જે એક મહાન ક્રાંતિ લાવશે. આજે માનવીને ઇન્ટરનેટ વગર જીવન જીવવું મુશ્કેલી બની ગયું છે. ત્યારે બાળકોથી લઇને મોટેરા તમામ ઇલેકટ્રોનિક ગેઝેટોના ગુલામ બની ગયા છે.
આજથી બે અઢી દશકા પહેલા સોશિયલ મીડીયા જેવા પ્લેટ ફોર્મ વિશે કોઇ વિચારી શકતું ન હતું. આજે તેની અસરો, ટી.વી. ફિલ્મો, અખબારો જેવા વિવિધ ક્ષેત્રો ઉપર પડી છે. તમે તમારા જુના મિત્રોને કે જીવન સાથીને પણ આજ માઘ્યમથી શોધી શકો છો. આ જ માઘ્યમ વડે ફ્રોડ થતાં સાયબર ક્રાઇમ પણ વધવા લાગ્યા છે. સોશિયલ મીડીયા પ્લેટ ફોર્મનો ઇતિહાસ સરપ્રદ છે, સૌથી પહેલા ઓરકુટ કે ફેસબુક નહી પણ સિકસ ડિગ્રીથી નેટવર્કનો પ્રારંભ થયો હતો. પ્રથમ સોશ્યિલ મીડીયા નેટવર્ક 1997માં ન્યુયોર્કમાં લોન્ચ થયેલ જેમાં 3પ લાખથી વધુ લોકો જોડાયા હતા. ખાસ ગાળામાં આપણા દેશમાં સાદા મોબાઇલનો પ્રારંભ થયો અને ઇન કમીંગ કે આઉટ ગોઇંગના પણ પૈસા ચુકવવા પડતા હતા. 2002 માં સિકસ ડિગ્રી, ફ્રેન્ડસ્ટર, લિંંકડઇન અને માય સ્પેસ જેવા પ્લેટ ફોર્મ શરુ થયેલા હતા. 2004માં હાઇ-પ અને ફેસબુક આવતા મીડિયા પ્લેટ ફોર્મ વર્ચ્યુઅલ વર્લ્ડ બદલાય ગયું હતું. ફેસબુક કે દુનિયાની શિકલી ફેરવી નાખતા વોટસઅપ, યુ ટયુબ, ટવીટર, ઇન્સ્ટાગ્રામ વિગેરે પણ સૌથી મોટો નેટવર્ક તરીકે જાણીતા થયા હતા.
આ નેટવર્ક ખુબ જ શકિતશાળી છે કે તમે એક બટન પર કિલક કરીને તમામ મિત્રો અને પરિવાર સાથે લાઇવ જોડાઇ શકો છો. આજે એક વ્યકિત સોશિયલ મીડિયા ઉપર દરરોજ 3 થી 4 કલાક સમય વિતાવે છે. ફેસબુક પર લોકો અઢી કલાક સમય બરબાદ કરે છે. આજે વિશ્વ આ નેટવર્ક થકી જશ્ન મનાવી રહી છે. આજે મનપસંદ ગીતો, ફિલ્મો, બધુ જ તમે ઓનલાઇન જોઇ શકો છો. દુનિયાના કોઇપણ ખુણે તમે લાઇવ વિડીયો કોલ માઘ્યમથી નિયમિત કનેકટ રહી શકો છો. આજે સામાન્ય વ્યકિત પણ ઇન્ટરનેટ પાછળ માસિક રૂ. 300 થી વધુ ખર્ચ કરે છે. આપણાં દેશમાં પરિવારનાં દરેક સભ્ય પોતાના મોબાઇલ અને પોતાનું સોશિયલ મીડિયા ગ્રુપ ધરાવે છે. આજે દુનિયા કોઇ માણસ એવો નહી હોય જે સોશિયલ મીડિયામાં જોડાયો નહી હોય.
સોશિયલ મીડિયાની તાકાત ગજબની છે, તે માનવીને રાતોરાત હિરો અને ઝીરો પણ બનાવી દે છે. જંગલના દાવાજાળ કરતા પણ ખુબ જ ઝડપી કોઇપણ વાત ફેલાવી શકે છે, ઘણીવાર અફવા પણ ફેલાય જાય છે. દુનિયામાં દોરડા વાળા ફોન સૌથી મોટુ પરિવર્તન હતું, બાદમાં ફેફસ મશીન, પેજર અને કમ્યુનિકેશનમાં ક્રાંતિ આવતા મોબાઇલ આવ્યાને આજે તો સ્માર્ટ ફોન અને પ-જી નેટવર્ક આવતા લોકોની જીવન શૈલી બદલતા ઊંઘ હરામ થઇ ગઇ છે. આ દિવસની ઉજવણી ર010 થી શરુ થઇ હતી. આજનું સોશિયલ મીડિયા એક ભયંકર વ્યસન છે, જે કયારેય છુટતું નથી., છતાં તેનો દિન પ્રતિદિન વ્યાપ વધતો જ જોવા મળે છે. આજે તો ટીવી અખબારોના ન્યુઝ તરત જ આવી જતાં હોવાથી કોઇ ટીવી છાપા વાંચતા નથી.. મોબાઇલમાં આવેલી પીડીએફ કે લીંક ખોલીને જોઇલે છે.
1940માં પ્રથમ કોમ્પ્યુટરનો જન્મ થયો હતો, પછી 1997 માં પ્રથમ સામાજીક નેટવર્કનો ઉદય થયો હતો. 2004 ફેસબુકનો પ્રારંભ થતા જ દુનિયા નાની થઇ ગઇ હતી. 2005 માં યુ ટયુબ આવતા ટીવી – ફિલ્મોનો યુગ પણ પુરો થઇ ગયોને યુવા વર્ગ પોતાને જે જોવું છે તે આંગળીના ટેરવે લાવ્યોને સોશિયલ મીડિયા મોટુ થઇ ગયું ને માનવીની નશે-નશમાં ઉતરી ગયુંં. આ અદ્યતન ટેકનોલોજીને મેડિકલ શિક્ષણ, મુશ્કેલીમાં મદદ જેવા ઘણા સારા પાસાઓમાં પણ સફળ કાર્ય કરેલ છે.
સોશિયલ મીડિયા પર પ્રત્યેક 60 સેકન્ડમાં શું થાય છે?
એક રિપોર્ટના આંકડા મુજબ પ્રત્યેક 60 સેક્ધડમાં સોશિયલ મીડિયા પર શું શું થાય છે તેના આંકડા આપ્યા છે. તેમાં યુ ટયુબ પર પ000 થી વધુ વિડીયો અપલોડ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર દર મિનિટે રપ હજારથી વધુ નવા ફોટા અપલોડ થાય છે. પિંટરેસ્ટ ઉપર 60 સેક્ધડમાં 4 હજાર ફોટા પીન થાય છે.,
અને ફેસબુક ઉપર અંદાજે 30 લાખ ક્ધટેંટ શેર થાય છે. દર મિનિટે સાડા ત્રણ લાખ જેટલા અંદાજે ક્ધટેંટ ટવીટ થાય છે. સ્નેયચેટ ઉપર 6 અબજથી વધુ વિડીયો જોવાય છે.