આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાએ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સોશિયલ મીડિયા નાનાથી લઈને મોટા સુધીના જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે તેણે દુનિયાને જોવાની રીત બદલી નાખી છે. આ જ કારણ છે કે દર વર્ષે 30 જૂને સોશિયલ મીડિયા ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને સોશિયલ મીડિયાની અસર વિશે શિક્ષિત કરવાનો અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે. કોરોના યુગમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રોગચાળા વચ્ચે હતાશ લોકો માટે હેલ્પલાઇનમાં ફેરવાઈ ગયું છે.
જો વર્તમાનની વાત કરીએ તો બદલાતા સમયની સાથે સોશિયલ મીડિયાના સ્વરૂપમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આજે, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ લોકો વાપરતા હોય છે. સોશિયલ મીડિયા દ્વારા અમે મેસેજિંગ સર્વિસ એપ પર હજારો માઈલ દૂર બેઠેલી વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકીએ છીએ
પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
- પહેલું મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિક્સ ડિગ્રી હતું, જે 1997માં ન્યૂયોર્કમાં લોન્ચ થયું હતું. એક સમયે તેના 3.5 મિલિયન વપરાશકર્તાઓ અને સો કરતાં વધુ કર્મચારીઓ હતા.તેના સ્થાપક એન્ડ્રુ વેઈનરીચ હતા. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વપરાશકર્તાઓને તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે કનેક્ટ થવાની તક આપતો હતો. બુલેટિન બોર્ડ, શાળાના જોડાણો અને પ્રોફાઇલ્સનો ઉપયોગ મનોરંજક લક્ષણો તરીકે થતો હતો. ઓછા વપરાશકર્તાઓ હોવાને કારણે તેને 2000 માં બંધ કરવામાં આવ્યું હતું
- ફ્રેન્ડસ્ટરને 2002માં સિક્સ ડિગ્રી પછી લોન્ચ કરવામાં આવ્યું હતું. LinkedIn પણ એ જ વર્ષે આવ્યું અને પછી 2003 માં MySpace આવ્યું. Hi5 વર્ષ 2004માં આવ્યું હતું.
વર્ષ 2004 માં ફેસબુકની શરૂઆત થઇ હતી.અને હાલમાં તેના બે અબજ 85 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે. આજે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. - ટ્વિટરની વાત કરીએ તો દરરોજ લગભગ 50 કરોડ ટ્વીટ કરવામાં આવે છે. મતલબ કે દર સેકન્ડે 6,000 ટ્વીટ કરવામાં આવે છે.
- YouTube પર દર મિનિટે 300 થી વધુ વિડિઓ સામગ્રી અપલોડ થાય છે. સરેરાશ, દરેક વ્યક્તિ 40 મિનિટ YouTube જુએ છે.
વિશ્વભરમાં આ દિવસની ઉજવણી 30 જૂન 2010ના રોજ શરૂ થઈ હતી. તે સમયે સોશિયલ મીડિયાની અસર લોકો પર બહુ જોવા મળતી ન હતી. આવી સ્થિતિમાં, વૈશ્વિક સંદેશાવ્યવહારમાં તેની અસર અને તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે વિશ્વભરમાં વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે.