મહિલાઓ સાથે થતાં આવા વર્તનના કારણે રાજકારણમાં મહિલાઓ આવતી નથી: પાયલનો રોષ
આપની મહિલા કોર્પોરેટર પાયલ સાકરીયા ને લઈને સોશિયલ મીડિયા ઉપર ખોટી પોસ્ટ વાયરલ થતા વિવાદ થયો છે. પાયલ સાકરીયા કહ્યું કે મહિલાઓ સાથે આવું થતું હોવાને કારણે રાજનીતિમાં આવતી નથી.
આમ આદમી પાર્ટીની કોર્પોરેટર પાયલ સાકરીયાના ફોટા સોશિયલ મીડિયામાં મૂકાતા વિવાદ ઉભો થયો છે. પાયલ સાકરીયાનો તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાન નો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ નીચે કમેન્ટો લખવામાં આવી અને ત્યારબાદ ન્યુડ ફોટા મુકવામાં આવ્યા હતા જેને લઈને રાજકીય રીતે પણ આક્ષેપો થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર પાયલ સાકરીયા અભિનેત્રી પણ છે પાર્ટીમાં જોડાતા પહેલા તેણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ ગુજરાતી આલ્બમમાં પણ કામ કર્યું છે. પરંતુ જે તે સમયના ફોટા અત્યારે મૂકીને પાયલ સાકરીયાને બદનામ કરવામાં આવતી હોવાની વાત સામે આવી રહી છે. રાજકીય પાર્ટીમાં જોડાતા પહેલા અનેક ગુજરાતી મૂવી નું શૂટિંગ કરતી વખતના ફોટાઓ નો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. અભિનેતા પાયલ સાકરીયા ને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે.
પાયલ સાકરીયાએ એવો આક્ષેપ કર્યો છે કે રાજકીય રીતે મને તોડી ન શકવાને કારણે હવે મારા ચારિત્ર્ય પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. એક યુવતીને આ પ્રકારે હેરાન કરવું એ નિમ્ન પ્રકારની માનસિકતા છે. જે વ્યક્તિએ સોશિયલ મીડિયામાં મારા ફોટા મૂક્યા છે તે સુરત શહેરના બે મોટા ગજાના નેતાઓ સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવે છે. ભાજપના આ મોટા નેતાઓને શરમ આવી જોઈએ કે તેમની સાથેના આ લોકો આવા કૃત્ય કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં જે ફોટો મુકવામાં આવ્યો છે તે શૂટિંગ દરમિયાનનો છે. છતાં પણ આવી હલકટ માનસિકતાવાળા લોકો ખોટી રીતે પ્રસંગને ચીતરતા હોય છે. હું વ્યવસાયિક રીતે અભિનેત્રીનું કામ કરતી હોઉ ત્યારે સ્વાભાવિક રીતે આવા ફોટા હોય. અને ત્યારબાદ ન્યુડ ફોટા મૂકી દેવા કેટલા યોગ્ય છે ? માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી ઉપર અસર કરવા અને મારા પક્ષને બદનામ કરવા માટે આ પ્રકારની દુષ પ્રેરણાથી પોસ્ટ કરવામાં આવી રહી છે. આ રીતે જાહેરમાં કોઈના ચારિત્રો ઉપર પ્રશ્નો ઊભા કરવા યોગ્ય નથી. આવી માસિકતા ના લોકો હોવાને કારણે રાજકારણમાં મહિલાઓ વધુ આવવાની હિંમત દાખલતી નથી.
વારંવાર પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો કંટ્રોલરૂમમાં ફોન કર્યો છતાં પણ મારી ફરિયાદ લેવા કોઈ તૈયાર ન હતું. હું કોર્પોરેટર હોવા છતાં પણ જો મારી સાથે આટલી હદનો વર્તન થતું હોય તો સામાન્ય મહિલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે કેવું વર્તન થતું હશે? તેનો હું અંદાજ લગાવી શકું છું. સોશિયલ મીડિયા ઉપરનો ગુનો હોવાને કારણે અંતે મને સાયબર ક્રમાં ગુનો દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ તો સતત હું પાછળ પડી રહી તેના માટે અંતે એમણે આ બાબતે મને સૂચન કરવું પડ્યું. ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે મહિલા સશક્તિકરણ કરવાની અને મહિલાઓને માન સન્માન આપવાનું પરંતુ આવી પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા પછી એમને માનસિકતા સ્પષ્ટ થાય છે.
સોશિયલ મીડિયા ઉપર મારો ગુલાબ આપતા ફોટો મુકાયા બાદ લોકો સતત વિડીયો માંગતા હતા. સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકનારાની માસિકતા પણ ગંદી હતી અને તેને ફોલો કરનારા લોકો પણ એવા જ હતા. જેવો ફોટો મુકાયો કે તરત જ આ બાબતનો પણ વિડિયો હશે જ એવી માનસિકતા સાથે લોકો કોમેન્ટ કરવા લાગ્યા કે પર્સનલમાં વિડીયો મોકલો. વોટ્સ અપ પર વિડીયો મોકલો. વિડિયો હોય તો મોકલે ને. વિડીયો ન હોવાને કારણે કમેન્ટમાં એક ન્યુડ ફોટો મુકવામાં આવ્યો. એ ન્યુડ ફોટો પણ કોઈક બીજાનો મૂકવામાં આવ્યો છે