સોશિયલ મીડિયાએ ૨૧ સદીના લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા આજે શું ન કરી શકીએ. કોઈ પણ કામમા તે લોકોની વહારે આવે છે ત્યારે પોલીસ દ્વારા સોશીયલ મીડીયાના માધ્યમથી જસદણ પો.સ્ટેના ટાઉન માંથી ગુમ થયેલ મહીલાને સિંગાપોર સુધી સંપર્ક કરી ગુમશુદાને પરત કરી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના જસદણની છે જ્યાં રાજકોટ એસઓજી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. રાજકોટ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ બી.સી.મીયાત્રા તથા કે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ દેખરેખ રાખવામાં આવતી હતી.
હનીએ ભાગીને કર્યા’તા પ્રેમલગ્ન
પેટ્રોલિંગ તે દરમ્યાન જસદણ પો.સ્ટેના ટાઉનહોલ માંથી ૫ જુલાઈ ૨૦૨૨ના રોજ હનીબેન હીરપરા ગુમ થયા હતા. તેઓ જસદણ ચિતલીયા કુવા રોડ, કાનજીપરા શેરી નંબર-૨ના રહેવાસી હતા. હીના ૫ જુલાઈના રોજ સવારના સાતેક વાગ્યાની આસપાસ કોઇને કહ્યા વગર આપમેળે પોતાના ઘેરથી જતા રહ્યા હતા. તપાસ કરતા હનીબેન સાંવરકુંડલા તાલુકાના જોગી દાસ આંબરડી ગામના રહેવાશી નિહારભાઈ વેકરીયા સાથે પ્રેમ લગ્ન કરી હાલે સિંગાપોર દેશમાં રહે છે.
પોલીસે સોશિયલ મીડિયા મારફત પિતા-પુત્રીનું કરાવ્યું મિલન
હકિકત આધારે ગુમથનાર હનીબેનના પિતા સુરેશભાઈને સોશિયલ મિડીયા વ્હોટસેપ વિડીયો કોલ મારફતે ગુમથનાર હનીબેન તથા તેમના પિતા સુરેશભાઇ તથા બન્ને પરિવારના સભ્યોને પોલીસે વાત કરાવી હતી. હનીબેને રાજી-ખુશીથી નિહારભાઇ વેકરીયા રહે છે. હીને ૫ જુલાઈના રોજ બગસરા તાલુકાના હામાપર ગામ ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ રજુ કર્યા અને હા ગુમથનાર હનીબેન તથા તેમના પતિ નિહારભાઇ બન્ને સિંગાપોર દેશમાં રહે છે. નિહારભાઇ કાફે મેનેજમેન્ટનો કોર્ષ કરતા હતા તેમજ બે વર્ષ સુધી હનીબેન તથા તેમના પતિ નિહારભાઇ બન્ને સિંગાપુર,૨૩-ગેયોંગ રોડ-૩૮૯૧૯૨ વાળા એડ્રેસ ખાતે રહેવાના હોય, જે હકિકતથી હનીબેનના પિતા સુરેશભાઇને વાકેફ કરાયા હતા.
સુરેશભાઇ નારણભાઇ વેકરીયાએ પણ પોતાના નિવેદનમાં જણાવેલ હતું કે તેમની દિકરી હની તેના પતિ નિહારભાઇ વિનોદભાઇ વેકરીયા સાથે પ્રેમ લગ્ન કરી રાજીખુશીથી હાલ સિંગાપુર રહેતી છે અને પોતાની પુત્રીની ગુમ અંગેની વિગત જાણવા મળતા સદરહુ ગુમશુદા પરત કરેલ છે.
તપાસમાં મદદમાં રહેલ અધિકારી
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી,જાડેજા તથા પો.સબ.ઇન્સ બી.સી.મીયાત્રા તથા કે.એમ.ચાવડા તથા પો.હેઙ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત તથા જયવિરસિંહ રાણા તથા વિજયભાઇ વેગડ તથા ભગીરથસિહ જાડેજા પો.કોન્સ રહિમભાઇ દલ તથા અમિતભાઇ સુરૂ તથા કાળુભાઇ ધાધલ તથા રણજીતભાઇ ધાધલ તથા અરવિંદભાઇ દાફડા