ભારતીય યુવાનો દરરોજ 3 કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે
કહેવાય છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર અતિ મહત્વ દેવું એ આપણે નુકશાન કરાવે છે જ્યારે આજકાલના યુવાનો સોશિયલ મીડિયાને વધુ મહત્વ દેતા હોય છે. એક રેસર્ચ અનુશાર દારેક યુવા પેઢી સોશિયલ મીડિયા પાછળ પોતાની 3 કલાક ખર્ચી નાખે છે. સોશિયલ મીડિયાનો આ નશો બીજા વ્યસનો કરતાં પણ વધુ ખતરનાક છે હાલમાં જ એક 14 વર્ષના છોકરાએ ઓનલાઈન ગેમ બ્યુ વેલના લીધે પોતાની જાન ગુમાવી હતી. સોશિયલ મીડિયા પર યુવાનો કલાકો સુધી બિન જરૂરી વાતો અથવાતો વિડિયો જોતાં રહે છે જે તેમના માટે ઘણું નુકશાનકરી છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સોશિયલ મીડિયા વિશે એક દિવસીય વર્કશોપ યોજાયું હતું. જેમાં સોશિયલ મીડિયાની પોઝિટિવ અને નેગેટિવ ઈમ્પેક્ટ વિશે વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. રાજકોટના યશ ચાવલા વર્કશોપમાં એક્સપર્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સોશિયલ મીડિયા વિશે મહત્વની જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. રોજ એક યુવાન સરેરાશ ૩ કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે એટલે કે રોજ ૧૮૦ કરોડ માનવ કલાક સોશિયલ મીડિયા પાછળ ઉપયોગમાં જતાં હોઈ તેનો પોઝિટિવ ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
જીટીયુ ખાતે ઈફેક્ટીવ યુઝ ઓફ સોશિયલ મીડિયા ફોર બ્રાઈટ કેરિયર વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં એક્સપર્ટ તરીકે ઉપસ્થિત રાજકોટની આર.કે. યુનિવર્સિટીના પીઆર મેનેજર યશ ચાવલાએ સોશિયલ મીડિયા વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સોશિયલ મીડિયાનો ઈમ્પેક્ટ એટલો બધો વધશે કે તેને રોકી શકાશે નહીં. સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ થાય તે માટે લોકોએ પ્રયાસ કરવા જોઈએ. બાળકો જ્યારે ૧૫ વર્ષના થાય ત્યાર પછી જ તેમને એજ્યુકેટ કરીને સ્માર્ટ ફોન વાપરવા આપવા જોઈએ અને તેમને સોશિયલ મિડીયનો પોઝિટિવ ઉપયોગ કરતા શિખવવું જોઈએ. યુવાનોએ પણ પોઝિટિવ હોય તેવી જ પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકવી જોઈએ. જેથી તેમની ઈમેજ બનશે અને ભવિષ્યમાં પણ તે ઉપયોગી બનશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે સોશિયલ મીડિયા વિશે જણાવતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાએ ઈમ્પેક્ટ ઊભો થયો છે. સોશિયલ મીડિયાનો નેગેટીવ ઉપયોગ પણ થાય છે અને પોઝિટિવ ઉપયોગ પણ થાય છે. નેગેટિવ ઉપયોગથી સમાજ પર તેના માઠા પરિણામ પડી શકે છે. સોશિયલ મીડિયાની ઈમ્પેક્ટ વિશે લોકોને સમજાવવા પડે અને તેને લઈને જ જીટીયુ દ્વારા વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોટમાં યુનિવર્સિટીના કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ૠઝઞમાં સોશિયલ મીડિયાની અસરો અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો