ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠક્કરે કોરોના બાદ સૌ મિત્ર-મંડળ સાથે ઉજવ્યો અનોખો અવસર: વૃધ્ધાશ્રમના 120થી વધુ સિનિયરો પણ આ ઉત્સવમાં જોડાયા
અન્નભેગા તેના મન ભેગા, ડિનર પાર્ટીમાં સૌ સાથે હવે મળેને વાતો-વિચારોને ચર્ચા થકી સમાજ સેવાના રંગે રંગાય તેવા શુભહેતું સાથે અને છેલ્લા બે વર્ષથી કોઇ કાર્યક્રમ ન થયા હોવાથી જાણિતા ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠક્કરે સૌ મિત્ર મંડળ-પ્રબુધ્ધ નાગરિકોને ભેગા કરીને સદ્ભાવના વૃધ્ધાશ્રમના 120 વડિલો સાથે પ્રિતિભોજનનું અનોખું આયોજન કર્યું હતું.
આ આયોજનમાં શહેરના તબીબો સાથે અગ્રણીઓ હાજર રહીને વૃધ્ધાશ્રમના સંચાલનની સરાહના કરી હતી. સદ્ભાવના વૃધ્ધાશ્રમ ગુરૂકુળ સામે યોજાયેલા આ કાર્યક્રમમાં વિજયભાઇ ડોબરીયા, ધીરૂભાઇ કાનાબાર તથા આયોજક ઘનશ્યામભાઇ ઠક્કરે સૌને આવકાર્યા હતા. આનંદ ગોઠડીના આ અવસરમાં ડો.અવિનાશ મારૂ, ડો.આર.યુ.મહેતા, પત્રકાર વિમલ ધામી, આરોગ્ય અધિ.ડો.પંકજ રાઠોડ, જર્નાદન પંડ્યા, ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.પરેશ પંડ્યા, કિરણ અવાસીયા, ડો.યોગેશ મહેતા, ડો.દર્શન પટેલ, ડો.જસાણી, ડો.શિવજીભાઇ પટેલ, ચેતનભાઇ પુજારા, ડો.પિયુષ ઉનડકટ, ડો.જયેશ પટેલ, ડો.થાનકી સાથે માહિતી ખાતાના કેતન દવે અને સંજય રાજ્યગુરૂ પરિવાર સાથે હાજર રહ્યા હતા.
સુંદર આયોજનમાં પ્રારંભે સર્વો વૃધ્ધોને મળ્યાને ખબર અંતર પૂછીને વડીલોના આર્શિવાદ મેળવ્યા હતા. સમગ્ર આયોજનમાં મહિલા વિંગના ઉષાબેન ઠક્કર, ડોલી પારેખ, મોનીકા અવાસીયાએ આયોજન સંભાળેલ હતું. સામાજીક આગેવાનોએ વૃધ્ધો સાથે જ પ્રિતિભોજન કરીને એક નવો રાહ સમાજને ચિંધ્યો હતો. પરિવારના શુભપ્રસંગો કે બર્થ ડે આવા માહોલમાં ઉજવાય તો એકલતામાં રહેતા નિરાધાર વૃધ્ધોને પણ પરિવાર જેવો પ્રેમ, હૂંફ, લાગણી મળી શકે તેમ આયોજક ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું.