સમૂહમાં રહીને જીવનારાં જંતુઓ સામાજિક જંતુઓ કહે છે.
કીડી, મધમાખી અને ઉધઇ સમૂહમાં રહીને જીવે છે. એક સમૂહમાં હજારો સભ્યો હોય છે.
અને દરેક સભ્યને પોતાનું ખાસ કામ કરવાનું હોય છે.
દરેક સમૂહમાં એક રાણી હોય છે, જે તેના જીવનમાં લાખોની સંખ્યામાં ઇંડા મૂકે છે.
સભ્યોને ખોરાક એકઠો કરવાનું, ઇંડા જાળવવાનું, ઘર બનાવવાનું અને તેને જાળવવાનું, ચોકી કરવાનું વગેરે કામો સોંપવામાં આવે છે.