મદદની મૂક માંગ કરતા ૧.૩૬ કરોડ સાયલન્ટ કોલ નોંધાયા: બાળકો સાથે શોષણના કિસ્સામાં ચિંતાજનક વધારો
બાળકો દેશનું ભાવી છે તેનો સર્વાંગી વિકાસનો દુર પણ બાળકોના અત્યાચાર, શોષણ અને બાળમજુરી જેવા કિસ્સાઓ વધતા સમાજ અધ:પતન તરફ વધી રહ્યું છે. બાળકો પર થતા અત્યાચારોને રોકવા ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર બનાવવામાં આવ્યો છે.
જેમાં ૩ વર્ષમાં ૩.૪ કરોડ ફોન કોલ રિસીવ થયા હતા. કુલ ફોનમાંથી ૧.૩૬ કરોડ ફોલ કોલ સાયલન્ટ હતા. જેમાં બેકગ્રાઉન્ડમાં રોવાની સિસકારીઓ સંભળાતી હોય, ફોન થોડીવાર માટે ચાલુ રહે પણ ફરિયાદી દર્દભર્યા મૌન સાથે ફોન કાપી નાખે. ચાઈલ્ડ હેલ્પલાઈન ફાઉન્ડેશન ઈન્ડિયાના હર્લિંન-વાલીયા જણાવે છે કે અમારી સંસ્થામાં આ પ્રકારના સાયલન્ટ કોલની નોંધ વધુ ગંભીરતાથી લેવાય છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં ૨૭ લાખ સાયલન્ટ કોલ આવ્યા હતા. સાયલન્ટ કોલમાં સિસ્ટમ દ્વારા એવી સુચનાઓ આપવામાં આવે છે જે ફોન કરનારાને તેની રજુઆત કરવાનો આત્મવિશ્વાસ આપે છે. પહેલી વખતમાં બાળકો ભાગ્યે જ બોલે છે અને કાઉન્સેલર બાળકોનો વિશ્વાસ કેળવી તેની સાથે થયેલી ઘટનાઓ વિશે માહિતી મેળવે છે.
ઘણી વખત સગા-સંબંધી દ્વારા જ બાળકોનું શોષણ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે વાલીવિહોણા બાળકો સાથે આ પ્રકારના અત્યાચારો થતા હોય છે. વર્ષ ૨૦૧૮માં બાળશોષણ સંબંધી ૮૧ હજાર સાથે સૌથી વધુ ફોનકોલ રિસીવ થયા હતા. તો ૨૫ હજાર ફોનકોલ માર્ગદર્શન માટેના રહ્યા હતા. કુલ ૩.૪ કરોડ કોલમાંથી માત્ર ૬ લાખ સાથે જ સરખી વાત શકય બની હતી. ૬ લાખમાંથી ૨ લાખ કેસો શોષણથી રક્ષા મેળવવા માટેના હતા.
સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ માટે ચાઈલ્ડ ફાઉન્ડેશન ઈન્ડિયા નામના એનજીઓની મદદથી ૧૦૯૮ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાઈલ્ડ હેલ્પલાઈનમાં બાળકોનો બચાવ, ગુમ થયેલા બાળકોની તપાસ, આશરો અને મેડિકલ હેલ્પ માટે પણ ફોન કોલ આવતા હતા.
ધીમેધીમે સમાજનું અધ:પતન થઈ રહ્યું છે. નિર્દોષ ભુલકાઓ અને યુવાઓ પર થતા હુમલા, બળાત્કાર, અત્યાચારથી સમાજ ખડભડી રહ્યું છે તો લોકોમાં રોષ અને કરૂણાની સીસકારીયો સંભળાઈ રહી છે. બાળક કોઈનું પણ હોય શકે, માટે જો સ્ત્રીઓ અને સમાજ જાગૃત બને તો જ ભારત પડકારોથી લડી શકે.