મા ઉમાના ધામમાં લાલજીભાઇ પટેલ (સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ-સુરત), ગોવિંદભાઇ વરમોરા, (સન હાર્ટ ગુ્રપ), લવજીભાઇ બાદશાહ, ગોવિંદભાઇ ધોળકીયા, કીરીટભાઇ પટેલ (પાલનપુર), નાનજીભાઇ લોદરીયા, મનીષભાઇ ચાંગેલા, મથુરભાઇ સવાણી સહિતના આગેવાનો
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો લ્હાવો લેતા આર.પી. પટેલ (વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ) દિપકભાઇ પટેલ (ઉપપ્રમુખ) મનીષભાઇ ચાંગેલા, અને કાન્તીભાઇ પટેલ (રામ) સહિતના આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ઉમિયા માતાજી મંદીર સીદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ઘનશ્યામજી પાટીદાર (ઇન્દોર, મઘ્યપ્રદેશ) અમદાવાદથી જાગૃતિબેન પટેલ, અમદાવાદ પટેલ સમાજના પ્રમુખ મગનભાઇ જાવીયા વગેરે પધાર્યા હતા.
સંસ્કૃતિથી યુવાનો વિમૂકત ન થાય તેવા ધ્યેય સાથેનો યજ્ઞ છે: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
વિશ્ર્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના માઈક્રોપ્લાનિંગથી અત્યંત પ્રભાવિત બનેલા ગુજરાતના ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતુ કે સંસ્કૃતિથી યુંવાનો વિમૂકત ન થાય તેવા ધ્યેય સાથેનો લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવએ અત્યંત મહત્વપૂર્ણ મહોત્સવ છે. જે દેશના વિકાસ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબીત થશે.
ગુજરાતના ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહજી જાડેજા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બનવા અને મા આદ્યશકિત ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવા ઉમાનગર ખાતે આવી પહોચ્યા હતા. દર્શન કર્યા બાદ પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતુકે બધા જ સંપ્રદાયોને અને દરેક જ્ઞાતિ-સમાજને સાથે રાખીને ઉજવાઈ રહેલો લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ સમરસતાનો સંદેશો ફેલાવી રહ્યો છે.
પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રભાવથી બરબાદીની ગર્તા તરફ ધકેલાઈ રહેલા યુવાનો અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતુ કે મિડીયા, સોસીયલ મીડીયા દ્વારા પશ્ર્ચિમી સંસ્કૃતિનું આચરણ વધી રહ્યું છે. જે ચિંતાજનક બાબત છે. પરંતુ વિદેશી સંસ્કૃતિથી બચાવવા અને હિન્દુ સંસ્કૃતિ સાથે જાળવી રાખવા માટેનો આ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ મહત્વપૂર્ણ સાબિત થશે. યજ્ઞ કુંડી પર સંસ્કૃતિની પરંપરાઓને જાળવી રાખીને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉંઝામાં મા ભગવતી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. મા આદ્યશકિતના દર્શન કરીને મે સગ્ર ગુજરાત અને દેશની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે પ્રાર્થના કરી છે. અને સંકલ્પ કર્યો છે.
ધર્મના જતન માટે અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ આવનારી પેઢીમાં સંસ્કૃતિનું જતન કરવા માટેનો મુખ્ય ધ્યેય છે. હજારો સ્વયંસેવકો સેવક તરીકે નહિ પરતું માની આરાધના સાથે કર્મ કરી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું માઈક્રો પ્લાનીંગ મને પ્રભાવિત કરી રહ્યું છે. રાજય સરકારને આગામી કાર્યક્રમોનાં આયોજન માટે લક્ષચંડી મહાયજ્ઞના મહોત્સવના માઈક્રો પ્લાનીંગમાંથી ઘણુ શીખવા મળશે.
વિદ્વાન પંડિતો દ્વારા ર્માં ઉમાને અભિષેક
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આજે ચતુર્થ દિને ભકતો ઉલ્લાસ-ઉમંગથી કાર્યક્રમને માણી રહ્યા છે. અને લાખો ભકતો માં ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે. માં ઉમાના મંદિરના દ્વાર હાલ ૨૨ કલાક દર્શનાર્થીઓ માટે ખૂલ્લા રખાયા છે. તસ્વીરમાં વિદ્વાન પંડિતોમાં ઉમાને અભિષેક કરતા નજરે પડી રહ્યો છે.
ર્માં ઉમિયાના તીર્થ સ્થાન પર એક નવા જ કુંભ મેળાનું સર્જન: સાઘ્વી ઋતુંભરાજી
લક્ષચંડી મહાયજ્ઞના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હિન્દુ સંસ્કૃતિના ધરોહરને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ મહોત્સવ ઉજવાયો છે. અને ઉંઝા ધરતી ઉપર પ્રગટ થયેલા મા ઉમિયાજીએ સાક્ષાત ભગવતી છે. અહીં મને કોટી કોટી સહસ્ત્ર ભુજાધારીના દર્શન થઇ રહ્યા છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ પાટીદાર સમાજનું ગૌરવ છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકવવા, મહાયજ્ઞના દર્શન કરવા અને લાખો શ્રઘ્ધાળુઓને આશીર્વચન આપવા તીર્થ સ્થાન ઉંઝા ખાતે પધારેલ તેજાબી વકતા સાઘ્વી ઋતુંભરાજીએ ખૂબ જ પ્રભાવિત થઇને ઉપરોકત શબ્દો ઉચ્ચાર્યા હતા.
વિશ્ર્વભરમાં તેજાબી વકતા તરીકે જાણીતા અને હિન્દુ ધર્મના પ્રખર સાઘ્વીજી પૂજનીય સાઘ્વી ઋતુંભરાજી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મા જગદંબાના દર્શન કરવા માટે અને લાખો શ્રઘ્ધાળુઓને આશીવર્ચન આપવા માટે પધાર્યા હતા. જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાના અઘ્યક્ષ મણીભાઇ પટેલ (મમ્મી) મહામંત્રી દિલીપભાઇ નેતાજી સહીત સંસ્થાના હોદેદારો અને અગ્રણીઓ એ સાઘ્વી ઋતુંભરાજીનું સ્વાગત અને પૂજન કર્યુ હતું.
પૂજનીય સાઘ્વી ઋતુંભરાજીએ લાખો શ્રઘ્ધાળુઓને સંબોધન કર્તા કહ્યું હતું કે ઉંઝાની ધરતી પવિત્ર છે જયાં મા ભગવતિ સાક્ષાત પ્રગટ થયા છે. લાખો પાટીદાર ભાઇ-બહેનોમાં મને સહસ્ત્ર ભુજાધારીના દર્શન થઇ રહ્યા છે જેમણે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ છે. અહિં મા ભગવતિનું વિરાટ સ્વરુપ મને દેખાય છે. તત્વજ્ઞાનને જાણો અને તેના માટે શરીરના માઘ્યમથી પરમેશ્ર્વર સુધીની ગતિ પ્રાપ્ત થાય છે. મનનો સંતાપ દૂર કરવા ધર્મ અને આઘ્યાત્મ મહત્વના સાધન છે. કુંભમાં જવું સરળ છે. પણ આજે જોયું કે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આવવું એક ખુબ કપરી બાબત છે જયાં પાટીદારોના સંપની શકિત દેખાઇ રહી છે. મા ઉમિયાના તિર્થ સ્થાન પર એક નવા જ કુંભમેળાનું સર્જન થયું છે.
સાઘ્વી ઋતુંભરાજીએ ભવ્યાતિ ભવ્ય આયોજનથી પ્રભાવિત થઇને વધુમાં કહ્યું હતું કે ઉંઝાના જીરાની ખુશ્બે દેશભરમાં તો હતી જ પણ આજે જે લક્ષચંડી મહાયજ્ઞની મહેંક પ્રત્યેક ભારતીયોને ઉંઝા તરફ આકર્ષીત કરે છે. લાખો શ્રઘ્ધાળુઓન શીરામણ અને આશીર્વચન આપતા કહ્યું હતું કે માતા-પિતા ઇશ્ર્વર સમાન છે તેમનું સન્માન કરવું તે ભારતના સંસ્કાર છે.
શિક્ષણમાં પણ સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપવું ખુબ જ અનિવાર્ય છે. અને પાટીદાર સમાજ દ્વારા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પાટીદાર સમાજની સંગઠન શકિત એ સજજનતાનું પરિણામ છે.
આજે પણ માન મોભો વધારવા લગ્નપ્રસંગમાં પાઘડી પહેરાય છે: અવંતીજી ચાવલા
પાધ, પાઘડી અને સાફા તે ભારતીય પરંપરાની પ્રાચીન પરંપરા છે. કાઠીયાવાડમાં આટા વાળી પાઘડી ઘણી પ્રસલીત છે. પાઘડીના જેટલા આટા એટલા તેમના પેટમાં આટા આ કાઠીયાવાડના લોકો માટેની કહેવત પાઘડી પ્રદર્શન અંગે અવંતીજી ચાવલાએ જણાવ્યું હતું કે આજના આ એકસીવીજનમાં ર૦૦ પ્રકારની પાઘડીઓ છે. ૧૯૮૮ થી અમે પાઘડીઓ બનાવીએ છીએ.
ગોંડલના ભગવત સિંહજીની પાઘડી પણ મે બનાવી છે. જયાં સુધી જીવીશ ત્યાં સુધી હું પાઘડીઓ બનાવીશ આપણા વડીલો અને પૂર્વજો જે આપણને પાઘડીની પરંપરા આપી ગયા છે. તેને હું જીવંત રાખવાનો પ્રયત્ન કરીશ સાથો સાથ નવી પેઢીનું હું પાઘડી વિશે જણાવીશ કે પાઘડીની માન મર્યાદા શું છે.
જુના જમાનાથી પાઘડીનું ઘણું મહત્વ રહેલું છે. રાજા, પ્રધાન કે સામાન્ય વ્યકિત હોય બધા પાઘડીઓ પહેરતા હતા. આજના આ યુગમાં પણ લગ્નપ્રસંગમાં પાઘડી પહેરવાની જે પરંપરા છે તે ઘણી સારી વાત છે.
ઉતારા કમિટીમાં ૧૨૦૦ સ્વયંસેવકોની સેવા: સંજય પટેલ
ઉતારા કમીટીના સંજયભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉતારાની વ્યવસ્થા તેઓએ જુદી જુદી જગ્યાઓ પર કરેલી છે. અને વ્યવસ્થાના ભાગરૂપે ગાદલા, ઓઢવા માટે રજાઈ, તેમજ ગરમ પાણીની વ્યવસ્થા કરી છે. લોકરની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે. અમદાવાદ,બહુચરાજી, મહેસાણા, વિસનગર, ઉંઝા જેવી જગ્યાઓ પર ૨૫ હજાર લોકો રહી શે તેવી વ્યવસ્થા કરી છે. ૬૬ કારોબારી સભ્યો તેમજ આ કમીટીમાં ૧૨૦૦ જેટલા સ્વયં સેવકો કામ કરી રહ્યા છે. જુદી જુદી જગ્યાઓમાં ફરીને અમે બધાએ ઘણી મહેનત કરીને આની તૈયારી કરી છે.
હિન્દુ જીવન પઘ્ધતિમાં સામાજીક ભેદભાવ નથી: પ્રફુલભાઈ પટેલ
ગોવાના રાજયપાલ પ્રફુલભાઈ પટેલ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના દર્શન કરવા પધાર્યા હતા. લક્ષચંડી મહાયજ્ઞના મહોત્સવનું આયોજન નિહાળી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ જીવન પઘ્ધતિમાં સામાજીક ભેદભાવ નથી. મહંતો, ભગવંતો અને સૌએ આ વાત સ્વિકારી છે. સામાજીક ભેદભાવ ઓછા થાય તે માટે આપણે સૌએ ભેગા મળીને પ્રયત્નો કરવા જોઈએ. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં બધા જ સમાજના લોકો યજમાન બન્યા છે તે પ્રેરણાદાયી બાબત છે. લોકોમાં ધાર્મિક ભાવનામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરાધના અને પુજા પ્રત્યેની ભાવના અલગ-અલગ હોય શકે પણ ધર્મ સાથેની ભાવના ઓછી થતી નથી સંસ્કાર સાથે ધર્મ જોડાયેલો છે અને ધર્મ અને સંસ્કાર વ્યકિતગત, સામાજીક અને રાજયનાં વિકાસ માટે આ બધી બાબતો શકય છે.
પાટીદાર સમાજ જનજાગૃતિ માટે હંમેશા પ્રથમ હરોળમાં હોય છે: આશાબેન પટેલ
આશાબેન પટેલ ધારાસભ્ય ઉંઝાએ આ તકે જણાવ્યું હતું કે, લાખો શ્રઘ્ધાળુઓ જયારે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે ખાસ જણાવવાનું કે આ યજ્ઞની અંદર વેદ અને વિજ્ઞાનના સમન્વય સાથે બધી જ્ઞાતિ જાતીના ભેદભાવ ભુલી સમગ્ર હિન્દુ સમાજ એક બને અને ભારત શ્રેષ્ટ ભારત બને તે હેતુથી આ લક્ષચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. પાટીદાર સમાજ જન જાગૃતિ માટે હંમેશા પ્રથમ હરોળમાં હોય છે. વેદ સાથે વિજ્ઞાન, સામાન્ય જાગૃતિ, શૈક્ષણિક જાગૃતિ, આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ, તેમજ જન જાગૃતિનો મુળ હેતુ પાટીદાર સમાજનો રહેલો છે. ૮૦૦ વિઘામાં આ યજ્ઞનું સરસ આયોજન કરાયું છે. તેમાં સરકારનો પણ મહત્વનો ફાળો છે. સરકાર તેમજ દાતાના સહયોગથી આવું રૂડું આયોજન થયું છે. ર૧મી સદીના પડકારોને દુર કરી અને આધુનિક ભારત શ્રેષ્ઠ ભાર બનાવવાનું લક્ષચંડી યજ્ઞ દ્વારા તે સપનું સાચુ થશે એક ધારાસભ્ય તરીકે હું બધાને આહવાન કરું છું કે તમે બધા માં ઉમિયા ધામ પધારો અને ‘માં’ ના આશીર્વાદ મેળવો.
સિક્કા પ્રદર્શનની મુલાકાત લેતા ૩૦થી ૪૦ હજાર લોકો: યોગેશ શાહ
સિક્કા પ્રદર્શનમાંથી યોગેશકુમાર શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જુના સિકકાઓ અને કરન્સી નોટોનું પ્રદર્શન અહીં કરાયું છે. મોગલ સામ્રાજયનાં, રાજા રજવાડાના, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ફોરેનની કરન્સી, નોટો મારી પાસે છે. નાનપણથી જ હું આ કામ કરું છું. ગાંધીજીના સિકકાઓ તેમજ બીજી બધી જુની નોટો પણ મારી પાસે છે. રોજ આ પ્રદર્શન જોવા માટે ૩૦ થી ૪૦ હજાર લોકો આવે છે. ૨૨૬ દેશોની મારી પાસે નોટો છે અને ૧૮૭ દેશોનાં મારી પાસે સિકકાઓ છે. અંગ્રેજોએ જે નોટો બહાર પાડી હતી તે બધી મારી પાસે છે. આફ્રિકાની તે નોટ પણ છે જેમાં ગુજરાતીમાં નામ લખેલું હતું આવી બધી જ નોટો છે.
લક્ષચંડી મહાયજ્ઞના દર્શનાર્થે વરમોરા દંપતી સાથે આગેવાનો
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં આજે હાજર રહેલા મુખ્ય યજમાન ગોંવિદભાઈ વરમોરા દંપતિ સાથે યજ્ઞશાળાની મુલાકાત લેતા તથા ગાંઠીલા ઉમિયા માતાજી મંદિરના ટસટીઓ લક્ષચંડી મહાયજ્ઞના દશઁન કરતા નજરે પડે છે આ સાથે સ્વામિનારાયણના સંતોના આશીર્વાદ લેતા ઊંઝા મંદિરના કારોબારી સભ્ય પરસોતમભાઈ ફળદુ અને લક્ષચંડી મહાયજ્ઞના મિડિયા સમિતિના ક્ધવીનર પ્રોફેસર. જે. એમ. પનારા નજરે પડે છે.