આર્થિક પછાત મુસ્લિમ ઉત્થાન સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજને વિકસિત કરી દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા કરાય વિસ્તૃત ચર્ચા
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના સર્વાંગી વિકાસ માટે સામાજિક ઉત્થાન અને સમાજના આર્થિક પછાતપણાને દૂર કરવાની આવશ્યકતા છે ત્યારે નવી દિલ્હી ખાતે મુસ્લિમ સમાજના રાષ્ટ્રીય અગ્રણી અને ભાજપના વરિષ્ઠ નેતા ઇરફાન અહેમદ ની આગેવાનીમાં નવી દિલ્હી ખાતે ગઈકાલે પછાત મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ ની બેઠક યોજાઈ હતી
પછાત મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ ના મુખ્ય સરક્ષક ઇરફાન અહેમદ અને સરફરાજ અલી ના માર્ગદર્શન હેઠળ નવી દિલ્હી ખાતે પછાત મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અહેસાન અબ્બાસી ની અધ્યક્ષતામાં પછાત મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંસ્થા ના સમસ્ત દેશના પદાધિકારીઓ ની પરિચય બેઠક યોજાઈ હતી જેમાં સમાજના સ્થાન અને રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી
આ પરિચય બેઠકમાં ઇરફાન અહેમદે જણાવ્યું હતું કે પછાત મુસ્લિમ સમાજના નૈતિક બૌદ્ધિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસ ના વિસ્તારને ઊંચું લાવવા માટે સતત પ્રયાસ કરતા રહેવા જોઈએ તેમણે જણાવ્યું હતું કે દેશના મુસ્લિમ સમાજને વિકાસના સથવારે દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સામાજિક કુરિવાજો અને જૂની માન્યતાઓ માંથી બહાર નીકળી શિક્ષણનો અભિગમ કેળવવો હવે અનિવાર્ય બન્યો છે,
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાને હાજર રહેલા એસાન ખાન અબાસીએ કહ્યું હતું કે પછાત મુસ્લિમ મહિલાઓ અને બાળકોમાં રાષ્ટ્રીય એકતા સામુદાયિક વિકાસ પરસ્પરનો સહયોગ અને શિક્ષણનો વ્યાપ વધારવો જરૂરી છે ,આ બેઠકમાં ઉપસ્થિત સરફરાજ લઈએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં દહેજ પ્રથા અને બાળવિવાહ તેવા દૂષણોને રોકવા માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવીને તેનો પ્રચાર કરવો જરૂરી બન્યો છે, અને આ માટે સંસ્થાના તમામ રાજ્યોના સભ્યોએ પોતપોતાના રાજ્યમાં પછાત સમાજ વચ્ચે જઈ પરસ્પરની સંવેદના નિભાવના અને સામાજિક સોહાર્દતા નું વાતાવરણ ઊભું કરી વર્તમાન વડાપ્રધાન અને મુસ્લિમ સમાજની સાથે સાથે ગરીબો અને પછાત વર્ગના મસિહા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક કલ્યાણ ની યોજનાઓ અને છેવાળાના માનવીને વિકાસનો લાભ મળી રહે તેવી યોજનાઓની જાણકારી ઘરઘર સુધી પહોંચાડીને પછાત મુસ્લિમ સમાજને સરકારના વધુમાં વધુ લાભ અપાવવા માટેની કવાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દરેક રાજ્યમાં પછાત મુસ્લિમ સમાજની આર્થિક સામાજિક પછાત બાળકો અને મહિલાઓ અને ખાસ કરીને ક્ધયા કેળવણી નો વ્યાપ વધારવો ભારત સરકાર અને રાજ્ય સરકારની સમાજ કલ્યાણ ની યોજનાઓ માટેની જાગૃતિ મુસ્લિમ સમાજને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટેની તમામ કવાયત સાથે મુસ્લિમ સમાજને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે જરૂરી સામાજિક જાગૃતિ અભિયાન ચલાવી સમાજ વચ્ચે જઈને રાષ્ટ્ર અને તમામ ધર્મ તમામ જાતિ તમામ વર્ગ વચ્ચે સામાજિક સમરસતા ની ભાવના સ્થાપિત કરવા માટે ના સંકલ્પ કરવામાં આવ્યો હતો અને પંચ નિષ્ઠાના કાર્યક્રમમાં રાષ્ટ્રવાદ ,લોકતંત્ર પ્રત્યે નિષ્ઠા, ગાંધીવાદી વિચારધારા, સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ, અને સર્વ ધર્મ સમભાવની ભાવના નો પ્રચાર પ્રસાર મુસ્લિમ સમાજમાં વધુને વધુ કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલ્હીના નફીસઅહેમદ હરિયાણાનાફકરુદ્દીન સેફી, ઉત્તર પ્રદેશના ઈર્શાદ અભાસી ગુજરાતના અક્રમ શાહ ઉત્તર પ્રદેશના જાવેદખાન શેફ રાષ્ટ્રીય મીડિયા પ્રભારી ફુરકાન સલમાની સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.