લાભુભાઇ ત્રિવેદી કોલેજમાં યોજાયેલ ત્રિદિવસીય યુવક મહોત્સવ દરમિયાન સમાજ કલ્યાણ અર્થે અલગ અલગ સામાજીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્ગાવરણના જતન હેતુસર કરુણા ફાઉન્ડેશન સાથે મળીને સંસ્થાના વિઘાર્થીઓ દ્વારા ટુંક સમયમાં માતાજીની ગરબીમાંથી પ૦૦ થી વધારે પક્ષીઓને રહેવા માટેના માળા બનાવી ભાગ લીધેલ તમામ વિઘાર્થીઓને આપવામાં આવ્યા હતા. સીવીલ હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે અને થેલેસેમીયાગ્રસ્ત બાળકોની બ્લડની જરુરીયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કલીન રાજકોટ, ડીજીટલ રાજકોટ ડ્રગ્સ ફ્રી રાજકોટ જેવા પ્રોજેકટને સહયોગ આપવા અને સમાજની નિવ્યસન કરવાના ઉદેશ્યથી બ્રહ્મા કુમારીસ સાથે મળીને વ્યસનમુકિત અભિયાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ હતું. સુરક્ષા સેતુ અંતર્ગત આ કાર્યક્રમમાં વિઘાર્થીઓએ વ્યકિતગત જીવન અને રાજકોટ શહેરને ડ્રગ્સ ફ્રી કરવાની પહેલ કરી હતી. આ પ્રવૃતિઓને સફળ બનાવવા કોલેજ ના પ્રોફેસર કુશલ વાળા અને નરેન્દ્ર ભાલોડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.