ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીને નવો વાયરો આવી રહ્યો છે ત્યારે વ્યાપક ધોરણે ગભરાટના વાતાવરણમાં દરેક નાના-મોટા, ભણેલા-અભણ, સમજુ-અણસમજુ વર્ગમાં કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે ત્યારે અત્યારે હજુ કોવિડ-૧૯ જન્ય આ રોગચાળાને નાથવા માટે રસી આવી નથી, રસી બનાવ્યાના અને તેની અસરકારકતાના દાવા શરૂ થઈ ગયા છે પરંતુ આ રસી દર્દીઓના હાથમાં ક્યારે આવશે, રસી બજારમાં આવી ગયા પછી કેટલી અસર કરશે તે કંઈ નિશ્ર્ચિત નથી, કોરોના શું છે, તેના લક્ષણો કેવા હોય, તેનો અસરકારક ઈલાજ શું હોય શકે તે વિશે અત્યારે મોઢા એટલી વાતો થાય છે પરંતુ આ રોગચાળા સામે એકમાત્ર કવચ તરીકે શરીરની રોગ પ્રતિકારક શક્તિ જરૂરી હોવાનું દરેક સ્વીકારે છે.
સાત જ દિવસમાં રોગ પ્રતિકારક શક્તિ અને ક્ષમતા વધારવા માટે ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને કોરોના સામે સુરક્ષીત થઈ શકાય છે. તમે પોતે સ્વયંમ આ મહામારી સામે સુરક્ષીત થઈ શકો. જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો તેને વધારવા શઉં કરવું જોઈએ. અહીં એવા ઉપાયો છે કે જેનાથી એક જ અઠવાડિયામાં રોગ પ્રતિકારક શક્તિ વધે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.
૧. ગ્રીન ટી અને બ્લેક ટી: આ બન્ને ઈમ્યુન સીસ્ટમ માટે ફાયદાકારક છે પરંતુ એક દિવસમાં ૧ થી ૨ કપ જ પીવી જોઈએ. વધુ માત્રામાં સેવન નુકશાનકારક થઈ શકે.
૨. કાચા લસણનું સેવન: તળપદા અને ઘરેલું ખોરાકમાં આપણે લસણની ચટણી અને રોટલો ખાવાની આદત ધરાવીએ છીએ. કાચુ લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લસણમાં પુરતા પ્રમાણમાં એડીશીન ઝીંક, શલફર, સેલેનીયમ અને વિટામીન-એ અને ઈ મળે છે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
૩. દહીંનું સેવન: દહીંને આપણે ગૌરસ તરીકે ઓળખીએ છીએ. દહીંમાં પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીંના નિયમીત સેવનથી પાંચન તંત્ર પણ મજબૂત બને છે. દહીંનું સપ્રમાણ સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
૪. બરછટ ધાન: અત્યારના આધુનિક યુગમાં સંપૂર્ણ આહાર પર ખુબજ સંશોધન થઈ રહ્યું છે. દૈનિક ખોરાકમાં બરછટ ધાનમાંથી પ્રાપ્ત થતાં ફાઈબરમાં એનટી માઈક્રોબીઅલ ગુણ હોવાથી રોજ બરછટ ધાન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
૫. વિટામીન-ડી: શરીર માટે જરૂરી વિટામીનની ગોળી બજારમાંથી સીધી મળતી નથી. તેના પ્રમાણ ધરાવતા ખોરાકમાંથી તે પ્રાપ્ત કરવી જોઈએ. અત્યારે કોરોના સામે દરેક વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિની જરૂરત ઉભી થઈ છે ત્યારે આ માટે વિટામીન-ડી જરૂરી છે. વિટામીન-ડી ખોરાકમાં લેવાથી હાડકા મજબૂત થાય છે, હૃદય સંબંધી બીમારીઓ દૂર રહે છે. વિટામીન-ડી સંકલીત ખોરાક જરૂરી છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સુર્યપ્રકાશ અને વિવિધ પ્રકારના શાકભાજી સાથે ખુબ અલ્પમાત્રામાં ઈંડા, ચરબી, ગુંદ અને ધાનના પોષકતત્વોમાંથી અલ્પમાત્રામાં વિટામિન ડી મળે છે. મુખ્યસ્ત્રોત સુર્યપ્રકાશ ગણાય છે.
૬. લીંબુ-આમળા: રોગચાળાના આ વાયરામાં શરીરને સુરક્ષીત રાખવા માટે વિટામીન-સી આવશ્યક છે. લીંબુ, આમળામાં પુરતા પ્રમાણમાં વિટામીન-સી મળી રહે છે. શરીરને ૭ દિવસમાં રોગ પ્રતિકારક શક્તિથી સમૃધ્ધ કરવા માટે લીંબુ અને આંમળા પણ ફાયદારૂપ બને છે.
૭. આદુ-લીલી હળદર: એક ત્રાંબડી તેર વાના માંગે તેવી આપણી કહેવત છે. રોજીંદા આહારને શાક સબજી બનાવવા માટે અનેક મસાલાઓ વાપરવામાં આવે છે. આ મસાલાનો ઉપયોગ પણ માત્ર સ્વાદ અને સુગંધ અને શાક નજરે સારૂ લાગે તે માટે જ થતી નથી પરંતુ આયુર્વેદિક ગુણ ઉપયોગી હોય છે. રોજીંદા આહારમાં વાપરવામાં આવતા આદુ અને હળદર પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અકસીર ઈલાજ છે.
કોરોનાના આ સમયગાળા દરમિયાન બિમારીના ભયથી ભયભીત થવાના બદલે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ચીવટ રાખો તો આ મહામારી તમારાથી જોજનો દૂર રહેશે.