દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેન્દ્રીય મંત્રી અ‚ણ જેટલીએ માનહાનીનો દાવો કર્યો છે જેમાં કેજરીવાલ તરફી રામ જેઠમલાણી સુનાવણીમાં હાજર રહે છે ત્યારે રામ જેઠમલાણી વકીલાતના ક્ષેત્રમાંમોટું માુ ગણાતા હોવાી તેની ફી પણ તગડી છે ત્યારે આમ આદમી પાર્ટીના ૩.૪૨ કરોડના જેઠમલાણીના બીલને કોણ ચૂકવશે તે અંગે પ્રશ્ર્નો ઉભા ઈ રહ્યાં છે.
જેઠમલાણી કેજરીવાલના કેસમાં ૧ કરોડ ‚પિયા ફી તરીકે લીધા છે ત્યારે કેસ દીઠ હાજર રહેવા માટે ૨૨ લાખ ‚પિયાની વસુલાત કરે છે. આવી રીતે જેઠમલાણીનું બીલ ૩.૪૨ કરોડે પહોંચ્યું છે. તેમાં પણ જેઠમલાણીએ ફીમાં વધારો કરતા આમ આદમી પાર્ટીની કમર તુટી જાય તેવું લાગે છે. કેજરીવાલે નાણામંત્રી અ‚ણ જેટલીનો કેસ ભારે પડતું હોય તેવું લાગી રહ્યું છે.
માનહાનીના દાવાનો આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસો વધુ કપરા બને તેવી શકયતા છે. કેજરીવાલ દ્વારા અવાર નવાર વિવાદાસ્પદ ભાષણો કરવામાં આવતા હોવાી આવા બનાવો બનતા રહે છે તેમાં પણ નાણામંત્રી અ‚ણ જેટલીને કેન્દ્રમાં રાખીને આક્ષેપો કરવામાં આવતા માનહાનીનો આ દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, જેઠમલાણીની ફી ચુકવવા માટે કેજરીવાલ શું નુસ્ખો અપનાવે છે.