આજે આપણે જાણીશું એવી ટ્રીક વિશે જેની મદદ થી આપણે કોઈ પણ સ્માર્ટ ફોન ને પાવર બેંક ની જગ્યાએ યુઝ કરી શકી છીએ. જો તમે એવી જગ્યા એ ફસાય ગયા છો જ્યાં તમારી પાસે ચાર્જર નથી તો તમે આ ટ્રીક યુઝ કરી કોઈ બીજા ના સ્માર્ટ ફોન માંથી તમારો સ્માર્ટફોન ચાર્જ કરી શકો છો.
આ ટ્રીક ને યુઝ કરવા માટે તમારે 2 વસ્તુ ખાસ જરૂરી છે. એક USB કેબલ અને બીજું OTG કેબલ આ બન્ને નો યુઝ કરી ને તમે મોબાઈલ ચાર્જ કરી શકો છો.
સુચના- આ ટ્રીક તોજ કામ કરશે જો તમારા સ્માર્ટ ફોન માં OTG સપોર્ટ હોય.
Step-1 સૌથી પહેલા તમે જે સ્માર્ટ ફોન ચાર્જ કરવા માંગો છો અને જે સ્માર્ટ ફોન માંથી ચાર્જ કરવા માંગો છો તે બન્ને ફોન એક સાથે રાખો.
Step-2 હવે OTG કેબલ અને USB કેબલ ને એકબીજા સાથે કનેક્ટ કરો.
Step-3 તમારો સ્માર્ટ ફોન તમે જે સ્માર્ટ ફોન માંથી ચાર્જ કરવા માંગો છો તે સ્માર્ટ ફોન માં OTG કેબલ કનેક્ટ કરો.
Step-4 તમે જે સ્માર્ટ ફોન ચાર્જ કરવા માંગો છો તે સ્માર્ટ ફોન માં USB કેબલ કનેક્ટ કરો.
Step-5 હવે તમે જોઈ શકો છો કે એક સ્માર્ટ ફોન માંથી બીજો સ્માર્ટ ફોન ચાર્જ થય રહ્યો છે.
આ સરળ ટ્રીક તમે પણ યુઝ કરી શકો છો અને ઈમરજન્સી માં આ ટ્રીક ખુબ જ ઉપયોગમાં આવે છે.