અર્બન ગુજરાતી ફિલ્મ યુવાનોને પસંદ પડી શ્રેષ્ઠ અભિનય સાથે ઘેરા સસ્પેન્સે દર્શકોને જકડી રાખ્યા
અર્બન ગુજરાતી ફિલ્મ ‘તો લાગી શરત’ ૧ જૂનના રોજ રીલીઝ થઈ હતી. આ ફિલ્મ કોમેડી, સસ્પેન્સથી ભરપૂર છે. ‘તો લાગી શરત’ ફિલ્મ જોવા માટે લોકો ઉમટી પડયા હતા અને ફિલ્મનો આનંદ માણ્યો હતો. અને તેમનું કહેવું છે કે એક વખત ‘તો લાગી શરત’ ફિલ્મ જોવી જ જોઈએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન જીતુભાઈ એ જણાવ્યું કે તો લાગી શરત ફિલ્મ ખૂબ જ સરસ ફિલ્મ છે. તેમાં પર કોલેજીયન હોય તેને તો ખાસ કરીને જોવું જ જોઈએ જેને સસ્પેન્સ વાળી ફિલ્મનો શોખ હોય તેણે તો આ ફિલ્મ જોવી જ જોઈએ. ફિલ્મમાં બાદશાહનો કિરદાર ખૂબજ પસંદ પડયો.
અબતક સાથેની વાતચીત દરમિયાન ઉર્વિ ગઢવી એ જણાવ્યું કે તો લાગી શરત ફિલ્મ ખૂબજ મજેદાર ફિલ્મ છે. તેમાં પણ ટિનેજર્સે આ ફિલ્મ જોવી જોઈએ આ ફિલ્મમાં એ સંદેશો આપવામાં આવ્યો છે કે એક બીજા સાથે બદલો ન લેવો જોઈએ. અને તેનું શું પરિણામ આવે છે. એક શરતને કારણે કેટ કેટલું ભોગવવું પડે છે. જમાદાર ગઢવી એ મારા કાકા છે તેથી એ વધુ પસંદ પડયું અને બધાએ એક વખત ફિલ્મ જોવું જ જોઈએ
અબતક સાથેની વાતચીત દરમિયાન હિતેષભાઈ જણાવ્યું કે, તો લાગી શરત ફિલ્મમાં બધા જ પાત્ર ખૂબજ મજેદાર છે. એમાં પણ ખાસ કરીને વિજય, બાદશાહ, ભિંડે વગેરે પાત્ર ખૂબજ પસંદ આવ્યા આફિલ્મની સ્ટોરી કોમેડી, સસ્પેન્સથી ભરપૂર છે. તોલાગી શરત ફિલ્મ એક વખત અચૂક પણે જોવા જવું જ જોઈએ.અબતક સાથેની વાતચીત દરમિયાન જયોતીબેન એ જણાવ્યું કે અર્બન ગુજરાત ફિલ્મ ‘તો લાગી શરત’ કોમેડી, સસ્પેન્સથી ભરપૂર છે. ફિલ્મની સ્ટોરી પણ ખૂબજ સારી છે. ફિલ્મ જોવાની ખૂબજ મજા આવી આ ફિલ્મમાં વિજય, ગઢવી, પ્રોફેસર ભિંડી એમાં પણ ખાસ કરીને બાદશાહનું પણ ખૂબ મજેદાર હતુ એક વખત તો લાગી શરત ફિલ્મ જોવા જવું જ જોઈએ.