દેશમાં આજરોજ ત્રણ મોટી દુર્ઘટના થઈ હતી જેમાં ત્રણ વિમાન ક્રેશ થયા હતા. મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોય 30 અને મિરાજ 2000 એમ બે એરક્રાફ્ટ ક્રશ થયા હતા ત્યારે રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયાની ઘટના સામે આવી છે.
મધ્યપ્રદેશમાં ૨ ફાયટર જેટ થયા ક્રેશ:
The two aircraft had taken off from the Gwalior air base in Madhya Pradesh where an exercise was going on. More details awaited: Defence sources
— ANI (@ANI) January 28, 2023
મધ્યપ્રદેશના મોરેના પાસે બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આમાંથી એક વિમાન સુખોઈ-30 છે, જ્યારે બીજું વિમાન મિરાજ 2000 છે. અકસ્માત બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી. આ બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પરંતુ કોઈ કારણસર બંને વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી હતી અને સેના સાથે મળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હાલ આ અકસ્માતના કારણ વિશે ચોક્કસ માહિતી મળી શકી નથી.
રાજસ્થાનમાં ૧ પ્લેન થયું ક્રેશ
Rajasthan | A chartered aircraft crashed in Bharatpur. Police and administration have been sent to the spot. More details are awaited: District Collector Alok Ranjan pic.twitter.com/wfbofbKA3I
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 28, 2023
ભારતીય વાયુસેનાનું મિગ વિમાન આજે સવારે જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશને લઈને સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. વાયુસેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિમાને ઉત્તર પ્રદેશના આગ્રા એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હોવાની શક્યતા છે. હાલ વાયુસેના દુર્ઘટનાનું કારણ શોધી રહી છે.