પૌફિષ્ટક આહાર અને નિયમિત કસરતથી ક્રોનીક લીવર ડીસીઝથી દૂર રહી શકીએ છીએ: ડો.અવલ સાદીકોટ
ક્રોનીક લીવર ડીસીઝ એટલે કે જેમાં વર્ષો સુધી વ્યક્તિનું લીવર ખરાબ થતું રહે છે અને એક હદથી જ્યારે વધુ ખરાબ થઈ જાય ત્યારે દર્દીને જે બીમારી હોય તેને ક્રોનીક લીવર ડીસીઝ કહેવામાં આવે છે. તાજેતરમાં બ્રાઝીલમાં થ્રી-એસની મદદથી લેબોરેટરીમાં કૃત્રિમ લીવર બનાવવામાં આવ્યું છે અને આ લીવરના બધા જ ફંકશનમાં કામ કરી શકે છે. આ સંદર્ભે રાજકોટની પ્રાઈમ હોસ્પિટલના લીવર સ્પેશિયાલીસ્ટ ડોકટરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આગળ જતા આ કૃત્રિમ લીવરને સફળતા મળે તો અંદાજે 50,000 દર્દીઓને તેનો લાભ થાય છે.
આ લીવર સંદર્ભે પ્રાઈમ હોસ્પિટલના ડો.અવલ સાડીકોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક્યુટ લીવરમાં દુષિત ખોરાક કે દુષિત પાણી લેવાય ગયું હોય તો લીવરમાં સોજો આવી જાય છે અને આ સોજો આવવાથી કમળો થાય છે. જ્યારે ક્રોનીક લીવરની બીમારી મોટેભાગે એપેટાઈસીસ બીસી અને દારૂના સેવનથી થાય છે અને આજ કાલના સમયમાં આ રોગ વધુ જોવા મળે છે. માણસની સ્થુળતા અને જેને ડાયાબીટીશ થયું હોય તેને આ બીમારી સૌથી વધુ અસર કરે છે અને આનાથી બચવા માટે લોકોએ ઘણી બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેમાં બહાર જમવા જઈએ તો હંમેશા સારી જગ્યાએ જ ભોજન લેવું જોઈએ અને આ ભોજન પણ પોષ્ટિક હોવું જોઈએ, દારૂના વ્યસનથી દૂર રહેવું સાથે સાથે નિયમીત કસરત પણ કરવી જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્રોનિક લીવરની બીમારીમાં 70 થી 80 ટકા જ્યારે લીવર ખરાબ થઈ જાય ત્યારે કમળો થાય છે અને ત્યારબાદ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે છે. ભારતમાં પહેલુ લીવર ટ્રાન્સપ્લાન્ટ 1998માં થયું હતું. ત્યારબાદ હાલની વાત કરીએ તો લીવર ટ્રાન્સપ્લાન્ટના દેશભરમાં 200થી વધુ સેન્ટર ખુલ્યા છે અને ત્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. દર વર્ષે ભારતમાં 1500 થી 2000 જેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે અને આમ જોઈએ તો 5000થી વધુ દર્દીઓને લીવર બદલાવાની જરૂર પડે છે. ભારતમાં લીવરના ડોનર ખુબજ ઓછા જોવા મળે છે. કેમ કે લોકોમાં હજુ જાગૃતતા ફેલાઈ નથી અને આ જોખમથી હોવાથી વધુ લોકો આગળ આવતા નથી.
ખાસ તો હવે બ્રાઝીલમાં લેબોરેટરી દ્વારા જે કૃત્રિમ લીવર બનાવવામાં આવ્યું છે. આ લીવર અત્યારે તો તમામ ફંકશન પર કામ કરી શકે છે. જો કે હવે આગળ જતાં આ કૃત્રિમ લીવરને સફળતા મળે તો 50,000થી વધુ દર્દીને તેનો લાભ મળી શકે તેમ છે.