રેકોર્ડબ્રેક 309 કેસ નોંધાયા, 212 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે 309 કેસ નોંધાયા છે તો કોવિડની સારવાર દરમિયાન 42 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરી વિસ્તારમાં અને 121 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 212 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 42 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 806 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 23 હજાર 037 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે. આવતીકાલથી ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાતજામનગર શહેરમાં વધતા સંક્રમણના પગલે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને જામનગર બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ તરફથી શુક્રવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધની અપીલ કરવામા આવીછે. જામનગર શહેરની મોબાઈલ શોપના ધારકોએ પણ બંધમાં જોડાવાની તૈયારી બતાવી છે.