ધ્રોલ નગરપાલિકા દ્વારા રૂા.3.65 કરોડના કામો મંજૂર કરાયા છે. કામો મંજૂર થતાં જ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમારે તાત્કાલિક કામ શરૂ કરાવવાની પહેલ શરૂ કરી દીધી છે.
જેમાં વોર્ડનં.6ના દ્વારકાધીશ સોસાયટીમાં અંદાજીત 38 લાખના ખર્ચે પેવર બ્લોકથી સોસાયટી મઢાશે. આમ દ્વારકાધીશ કામના વિધિસર શ્રીગણેશ કર્યા હતાં. આ સાથે લતીપુર આંબેડકર સોસાયટી શેરીનં.-16-17 પેવિંગ બ્લોક રોડ બનાવવાનું કામ, દ્વારકાધીશ સોસાયટી 1 થી 4 પેવિંગ બ્લોક રોડનું કામ તથા દ્વારકાધીશ સોસાયટી 5 થી 9 પેવિંગ બ્લોક રોડ બનાવવાનું કામ, ગોકુળ પાર્ક-1, મેઇન રોડ અને શેરીઓ પેવિંગ બ્લોક માર્ગ કામ, ગોકુળ પાર્ક-2ની શેરીનં.7 થી 9 પેવિંગ બ્લોક માર્ગ કામ, ગોકુળ પાર્ક-3, એપ્રોચ રોડ-2 પેવિંગ બ્લોક રોડ બનાવવાનું કામ, રાધે પાર્કથી ગીતા પાર્ક સુધીનો પેવિંગ બ્લોક રોડ બનાવવાનું કામ, તુલશી પાર્ક મેઇન રસ્તો પેવિંગ બ્લોક રોડ બનાવવાનું કામ, શિવમ પાર્ક શેરીનં.2, શિવમ પાર્ક શેરીનં.1, રૂદ્ર રેસીડેન્સી પાર્ક, કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ-2, મફ્ત પ્લોટ આંગણવાડી વિસ્તાર, લતીપર રોડ, આંબેડકર સોસાયટી શેરીનં.12,13 અને 20 લતીપર પ્લોટ આંબેડકર સોસાયટી શેરીનં.14,15 મફ્ત પ્લોટ એપ્રોચ શેરીમાં પેવિંગ બ્લોક રોડ બનાવવાનું કામ તેમજ ધ્રોલ એસટી ડેપોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કાર્યોનો સમાવેશ થાય છે.
જેમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ, મનસુખભાઇ પરમાર, વોર્ડનંબર-6ના પાલિકા સભ્ય, ગોવિંદભાઇ દલસાણીયા, તુષારભાઇ ભાલોડીયા, ભાણાભાઇ વોર્ડનં.6 હિતેષભાઇ ભોજાણી તથા સોસાયટીના આગેવાન મનસુખભાઇ ગડારા સહિત પાલિકાના એન્જીનીયર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.