સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 30થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આ બાબતની પુષ્ટિ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ત્યારે સરકારે અને ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ના કેસ દર્શાવવા માં આવ્યા ત્યારે માત્ર યાદી માં 11 પોઝીટીવ કેસ હોવા નું ખુલવા પામ્યું હતું.
બીજી તરફ જિલ્લા માં સતત કોરોના સંક્રમણ વધતું જઇ ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે કોરોના ના આંકડા આવી રહ્યા છે તે તદ્દન ખોટા આપવામાં આવી રહ્યા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના માત્ર જે પોઝિટિવ કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે તેના 10 ટકા કેસ દર્શાવવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે કાલે બપોરે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા સોશિયલ મીડિયામાં કોરોના ના 30 કેસો જાહેર કરવામાં આવ્યા હતા બીજી તરફ સાંજના સમયે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગની યાદીમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે સાચું કોણ તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સાત લોકોના મોત નિપજ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં 11 જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તે છતાં પણ હજુ સુધી આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતની કોઈ પણ જાતની પુષ્ટિ કરવામાં આવી નથી સરકારી ચોપડે ત્રણ દિવસના મૃત્યુ સુરેન્દ્રનગર જિલ્લાના ઝીરો દર્શાવવામાં આવતા સ્પષ્ટ વર્તાય રહ્યું છે કે આરોગ્ય વિભાગ પોતા નો બચાવ કરવા માટે કોરોના ના આંકડા છુપાવતા હોવાનું વર્તાઈ રહ્યું છે.