ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી
ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકાના ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. 240 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ખાતે રૂા. 26.97 લાખ, તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે રૂા. 49.83 લાખ અને કોડીનાર તાલુકાના વેલણ ગામે રૂા. 163.30 લાખના ખર્ચે પીવાના પાણી માટેના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા, પાણીનો ખુટતો સ્ટોરેજ, ઘટતી પાઇપલાઇનના કામો કરવામાં આવશે. ઉપરાંત નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત 2217 નવા પાણીના કનેકશન આપવામાં આવ્યા છે. આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.