રાસાયણિક ખાતરોમાં અસહય ભાવ વધારો ઝીંકી દેવાતા સમગ્ર ખેડૂત સમાજમાં ઉગ્ર રોષ 

ઇફકો ખાતરની કંપની દ્વારા ગઇ કાલે બહાર પાડેલ એક પત્રમાં ખેડૂતોના પાયાના વિવિધ ખાતરોમાં અધધ જેટલો અસહ્ય ભાવ વધારો કરાયાની ખબરો આવતા સમગ્ર રાજયમાં ખેડૂતોમાં કેન્દ્ર સરકાર સામે આક્રોશની લાગણી પ્રગટ થઇ રહી છે. અને ચારે બાજુ ખેડૂતો ફિટકાર વરસાવી રહ્યા છે.આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ડી.એ.પી. ખાતરના રૂ.1200/- 50 કી, થેલીના 700 રૂ, વધારીને 1900 રૂ. ખાતરમાં 1185 રૂના 1800 કરી દેવાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ ભાવ વધારો એવા સમયે કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોના જે માલ બજારમાં આવે છે તે માલ એમ.એસ.પી. (ઓછામાં ઓછો ટેકનો ભાવ) કહેવાય તે ભાવે ખરીદીની કોઇ ગેરંટી પણ નથી. જે માલ ખરીદવામાં આવે છે તે પણ માત્ર 8થી 10% જ લેવામાં આવે છે. અને સામે પક્ષે સમગ્ર વર્ષ દરમિયાન આવા ઇનપુટમાં થતા ભાવ વધારા સામે જણસોના ભાવો માત્ર નામ પૂરતા જ વધારવામાં આવે છે. આ રીતે તો 2022 સુધીમાં ખેડૂતોની આવક કઇ રીતે બમણી થઇ શકે? તેવો સવાલ સંઘના જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા તથા જીલ્લા પ્રભુદાસભાઇ મણવરની યાદી દ્વારા ઉઠયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.