નવી પેઢીના નવા માટલા: ફિલ્ટર માટીમાંથી બનાવેલા ચીનાઈ માટીના સફેદ માટલા બન્યા આધુનિક નારીઓની પહેલી પસંદ.
શિયાળો ઉતરતાની સો જ ગરમી ધીમે ધીમે પોતાનો પગરવ માંડી રહી છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ ઉનાળાની શ‚આત તા ઠેર-ઠેર સાદા, લાલ, કાળા અને સફેદ રંગબેરંગી અવનવી ભાતવાળા માટલાઓનું વેંચાણ શ‚ ઈ ચુકયું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની તરસ લાગતા ફ્રીઝનું પાણી પીવે છે. ત્યારે ડોકટર્સનું પણ કહેવું છે કે ફ્રીઝના પાણી કરતા માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
પ્રાચીન પ્રણાલીમાં માટલા ચાકડે ઉતરતા, ટપલે પીંડેી કુદરતી નદી કાંઠાની માટીમાંી જ માટલા બનતા જયારે આધુનિક સમયમાં માટીના વ્યવસાયને પણ ટેકનોલોજીની અસર ઈ છે. નવી પેઢીમાં નવા સફેદ માટલા દેશી ચાકડાને બદલે ઈલેકટ્રીક ચાકડા પર બને છે તેમજ નદી કાંઠાની કુદરતી માટીને બદલે ગૃહિણીઓ ચીનાઈ માટીના માટલા પસંદ કરે છે.
છેલ્લા ૨૫ વર્ષી માટલાના વ્યવસાય સો જોડાયેલા હસમુખભાઈ નળિયાપરાએ જણાવ્યું હતું કે, દેશી માટલાનું પાણી ઠંડુ રહેવાનું કારણ એ છે કે તેમાં દેશી માટી અને લાકડાના ભૂસાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે માટલાનું પાણી ફ્રીઝ કરતા પણ વધુ ઠંડુ રહે છે. ઉપરાંત માટલાને દેશી પધ્ધતિી ભઠ્ઠામાં ઠીકરા ઢાંકીને પકવામાં આવે છે.
વધઉમાં દેશી માટલા વિશે માહિતી આપતા રાજકોટનાં મુકેશ વાડોલિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૦ વર્ષી પાણીના માટલા બનાવુ છું. માટલા ત્રણ-ચાર પ્રકારના હોય છે. જેમાં કાળા માટલાનો ઉપયોગ કોઠારી લોકો અને જૈન લોકો વધુ કરતા હોય છે જયારે લાલ માટલા કુદરતી માટીમાંી બનાવેલા હોય છે. ઉપરાંત હાલની આધુનિક નારીઓ સફેદ માટલાને વધુ પસંદ કરી રહી છે. આ વખતે સીઝનમાં નવા વાઈટ માટલા વીસ ડીઝાઈનની વધુ માંગ છે. આ સફેદ માટલા ાન-વાંકાનેરી મીટીકુલની બનાવાના છે. જે ચીનાઈ માટીમાંી બનાવવામાં આવે છે અને પાણી ઠંડુ રહે છે. આ માટી પણ ફીલ્ટર યેલી હોવાી સ્વાસ્થ્યને નુકસાન પહોંચતુ ની. તેી આધુનિક નારીઓ સફેદ ભાતવાળા અવનવા માટલાઓ પસંદ કરી રહી છે