ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે ખેડૂતો પિતાના ખેતરમાં વાવણી કરવા લાગ્યા છે. જણસી અને શાકભાજીની હાલ વાવવામાં આવ્યા છે તેને કારણે યાર્ડમાં શાકભાજીની આવક ઓછી થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં હાલ સૌરાષ્ટ્ર માંથી ફકત 30 ટકા જેટલુંજ શાકભાજી આવી રહ્યું છે. જેને કારણે ભાવમાં પણ 20થી 30 ટકા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ યાર્ડમાં મહારાષ્ટ્ર, નાસિક વિસ્તારમાંથી શાકભાજી માંગના 70 ટકા જેટલા આવી રહ્યા છે. હાલ ખેતરોમાં શાકભાજીની વાવણી થઈ છે જેને લઈ આવતા એકથી દોઢ માસમાં નવા શાકભાજીની આવક થશે. અને ભાવમાં પણ ઘટાડો આવશે.
હાલ યાર્ડમાં ટમેટા, રીંગણાં, ફલાવર, કોબીજ, ગુવાર, ભીંડો, દૂધી, સરગવો, કારેલા, ચોળા, લીંબુ, સુરણ, ગાજર, કાકડી સહિતના શાકભાજીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વાવણી થવાને કારણે શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જીવ મળ્યો છે. હાલ મહારાષ્ટ્ર, નાસિક સહિતના અન્ય રાજ્યો માંથી શાકભાજીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થઇ રહી છે.
આવતા દોઢ માસમાં સૌરાષ્ટ્રમાં નવા શાકભાજીની આવક થતા ભાવમાં થશે ઘટાડો: રસિકભાઈ લુણાગરિયા
રસિકભાઈ લુણાગરિયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાને કારણે વાવણી થવા પામી છે. જેને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દોઢ મહિનામાં નવા શાકભાજીની આવક થશે.
હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર માંથી 30 ટકા જેટલું શાકભાજી આવી રહ્યું ચેમ જયારે 70થી 75 ટકા જેટલુ શાકભાજી મહારાષ્ટ્ર અને નાસિકથી આવી રહ્યું છે. જેને કારણે ભાવમાં પણ 25થી 30 ટકા જેટલો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી એક થી દોઢ માસમાં સૌરાષ્ટ્રમાં નવા શાકભાજીની આવક શરૂ થશે જેને પગલે ભાવમાં ઘટાડો આવવાની શક્યતા જોવા મળશે.