બ્રહ્મદેવ સમાજ દ્વારા 6-11-12 રવિવારના રોજ સ્નેહ મિલનનું આયોજન પ્રમુખ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ નીશ્ર્ચલ જોશીએ જણાવ્યું હતું કે, સ્વામી ઓડીટોરીમ રૈયા રોડ ખાતે બપોરના 3 થી 7 યોજાશે આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજમાં ત્રીસ વર્ષથી સેવા આપનાર પાંચ સામાજીક કાર્યકરોના સન્માનની સાથે વર્ષ દરમિયાન થયેલ કામો ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવાશે અને બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રમા અગાઉ સ્થાન મેળવનાર ને સન્માનીત કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા મીલનભાઇ શુકલના માર્ગદર્શન મુજબ કાર્યક્રમના ક્ધવીનર જીજ્ઞેશભાઇ ત્રિવેદી, મનોજભાઇ રાજગોર, નવજીત ભટ્ટ, હર્ષભાઇ રાવલ અને મહિલા પાંખના જાગૃતિ બહેન ધરમિષ્ઠા, હીરલ સહીત બ્રહ્મ દેવ સમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે કાર્યક્રમના પાસ મેળવવા જીજ્ઞેશભાઇ ત્રિવેદી મો. નં. 73592 93416 અને વિપુલભાઇ જાની મો. નઁ. 90999 46911 ઉપર સંપર્ક કરવો.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલ વિપુલભાઇ જાની, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, આનંદભાઇ પુરોહીત, નીશ્ર્ચલભાઇ જોશી, નવજીતભાઇ ભટ્ટ અને હર્ષભાઇ રાવલ ઉ5સ્થિત રહ્યા હતા.