મોબાઈલ ફોન દ્વારા એકબીજાને નૂતન વર્ષની શુભકામના પાઠવવા પ્રમુખ અરવિંદ પટેલનો અનુરોધ
કડવા પાટીદારોનું સંગઠન ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ દ્વારા દર વર્ષે દિવાળી બાદ નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાય છે. જેમાં શહેરના તમામ કડવા પાટીદાર પરિવારો ઉપસ્થિત રહી એકબીજાને દિવાળી નૂતન વર્ષની શુભકામના પાઠવે છે.
આ ભવ્ય સ્નેહ મિલન ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે લોકહિતમાં મુલત્વી રાખવાનો આગેવાનો દ્વારા નિર્ણય કરાયો છે. પરસ્પર એકાબીજાને નહીં મળતા ફોન દ્વારા સાલ મુબારક કરવા સંસ્થાના પ્રમુખ અરવિંદ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
કોરોના મહામારી વચ્ચે સમાજ હિતમાં લીધેલ આ નિર્ણયને પાટીદાર પરિવારોએ આવકાર્યો છે.
ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટનું સ્નેહમિલન ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે મોકૂફ રખાયું છે.પ્રતિ વર્ષ નૂતન વર્ષ પ્રારંભે રાજકોટમાં વસતા પડવા પાટીદાર પરિવારનું સ્નેહમિલન વર્ષોથી યોજાતું રહ્યું છે. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિને અનુલક્ષી આ વર્ષે સ્નેહમિલન યોજાશે નહિ. પ્રત્યક્ષ ભલે ન મળીએ પરંતુ પરસ્પર સ્નેહભાવ અકબંધ રાખી સૌ આપ્તજન, સ્નેહીજનોને ફોન દ્વારા નૂતનવર્ષની પરસ્પર શુભકામના પાઠવી સૌના સહયોગથક્ષ સર્વના વિકાસના સંકલ્પને વધુ સુદ્દઢ બનાવીએ અને આ સમાજ કાર્યમાં કુળદેવી મા ઉમિયા આપણા સૌ પર અવિરત આશિષ વરસાવે તેવી મંગલકામના સાથે સૌ પરિવારજનોને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલે નવા વર્ષનાં નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા છે.