નાગ, ઉંદરડા, દેડકા, વાંદા સહિતના જીવજંતુઓને જીવતા આરોગવા માટે જાણીતી ચીનની પ્રજા વર્તમાન સમયે સમગ્ર વિશ્વને જોખમમાં મુકી રહી હોવાનું સામે આવ્યું છે. ચીનના વુહાન શહેરમાં સાપ, ઉંદરડા સહિતના જીવજંતુના કારણે વાયરસ ફાટી નીકળ્યો છે. આ વાયરસ હાલ ૭ દેશોમાં પહોંચ્યો છે અને હજુ વધુ દેશોને પોતાના સકંજામાં લઈ લે તેવી દહેશત છે.
ચીનના વુહાન વાયરસ (કોરોના) વાયરસના કારણે અત્યાર સુધીમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વાયરસ સામાન્ય વાયરસ કરતા ૧૦ ગણી વધુ ઝડપે ફેલાય છે. અગાઉ વર્ષ ૨૦૦૨-૦૩માં સેવર એક્યુટ રિસ્પેટરી સિન્ડ્રોમ (એસએઆરએસ) નામનો વાયરસ ફાટી નીકળ્યો હતો. આ વાયરસના કારણે ૬૫૦ જેટલા લોકોના ચીન અને હોંગકોંગમાં મોત યા હતા. વર્તમાન સમયે ફાટી નીકળેલો કોરોના વાયરસ પણ આ એસએઆરએસ પ્રકારનો વાયરસ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આ વાયરસ જાપાન, હોંગકોંગ, મકાઉ, સાઉ કોરીયા, તાઈવાન, ાઈલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટમાં પહોંચી ગયો છે. અહીં નોંધનીય છે કે, ચીનના લોકો જીવતા જીવજંતુઓ ખાય છે. હાલ ચીનનું નવું વર્ષ નજીકમાં છે માટે ઉજવણીના મસમોટા આયોજનો યા છે. ચીનની બજારોમાં મગર, નાગ, ઉંદરડા, મોર, શિયાળ સહિતના પશુ પક્ષીઓ જીવતા મળે છે. આ ઉપરાંત સી ફૂડની મસમોટી માર્કેટમાં પણ લોકો ઉમટી પડે છે. આ તમામ પશુપક્ષીઓની બજારમાંી વાયરસ ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળે છે. આ વાયરસ શરૂઆતમાં પ્રાણીમાં ફેલાયો હતો પરંતુ હવે વાયરસનું વહન માણસી માણસમાં વા લાગ્યું છે જેના કારણે આ વાયરસ વધુ ઘાતક બનતો જાય છે. ચીનના સંશોધકોએ વાયરસ સામે રક્ષણ મેળવવા રસી શોધવાનું પણ શરૂ કર્યું છે. વાયરસનું સંક્રમણ લાગતા વ્યક્તિને પ્રારંભીક તબક્કે સામાન્ય તાવ, ત્યારબાદ ઉધરસ અને શ્ર્વાસ ચઢવા સહિતની તકલીફનો સામનો કરવો પડે છે. ત્યારબાદ સમયાંતરે વાયરસની અસર જીવલેણ સાબીત ઈ શકે છે. ભારતમાં આ વાયરસને લઈને શરૂઆતી જ સરકાર ચેતી ચૂકી છે. હાલ ચેન્નઈ, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ અને કોચી સહિતના એરપોર્ટ પર ર્મલ કેનર મુકવામાં આવ્યા છે. જે લોકો ચીની ભારતમાં આ એરપોર્ટ પર આવે છે તેમના સ્વાસ્થ્યનું ચેકિંગ ાય છે. ત્યારબાદ જ તેને ભારતમાં પ્રવેશવા દેવાય છે. ભારત સરકાર આ વાયરસી બચવા માટે તકેદારીના પગલા લઈ રહી છે. જો કે, આ વાયરસ ચામાચીડીયા અને સાપ જેવા જંતુઓી પણ ફેલાતો હોવાના કારણે ભારતમાં પણ આ વાયરસનો કહેર જોવા મળે તેવી દહેશત છે.
- ૧૦ ગણી ઝડપે ફેલાતા વાઇરસને ફેલાતો રોકવા ૧ કરોડ લોકોને ‘બંધક’ બનાવાયા
ચીનનો કોરોના વાયરસ લોકો માટે કેટલી હદે ઘાતક છે તે ડ્રેગને લીધેલા પગલા પરી ફલીત થાય છે. ચીનના વુહાન શહેરમાંથી વાયરસનું સંક્રમણ શરૂ થયું છે. ત્યારબાદ ચીન આ વાયરસનો ફેલાવો અટકાવવા ધડાધડ પગલા લેવા લાગ્યું છે. ચીનના મોટા ગણાતા સેન્ટ્રલ હુબાઈ શહેરમાં ૧ કરોડ જેટલા લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે. આ લોકો કોઈ ‘ખાસ’ કારણ વગર શહેર છોડીને જઈ શકતા ની. મધરાતી પબ્લીક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવાયું છે. સિનેમા, ઈન્ટરનેટ કાફે અને બજારો ઉજ્જડ બની ચૂકી છે. રોડ નિર્જન બન્યા છે. શહેરને જડબેસલાક બંધ કરી દેવાયું છે. આવી જ રીતે ચીનમાં હુગેંગ શહેરને પણ રાતો-રાત બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ શહેરમાં ૭૦ લાખી વધુની વસ્તી છે. તેની નજીકમાં રહેલા ઈઝોહુ નગરને પણ ચીનના તંત્રએ જડબેસલાક બંધ કર્યું છે. આ શહેરની વસ્તી ૧૦ લાખની છે. એકંદરે ચીનના શહેરમાં જેમ જેમ વાયરસ ફેલાઈ રહ્યો છે તેમ તેમ સરકાર વધુને વધુ શખત પગલા લઈ રહી છે. જાહેરમાં લોકો એકઠા થાય નહીં તેનું ખાસ ધ્યાન ચીનની સરકારે રાખ્યું છે. આ સાથે જ વાયરસની રસીને શોધવા માટે પણ ટોચના સંશોધકોને આદેશ અપાયો છે. મોટા શહેરોમાં હવે લોકો માસ્ક પહેરીને ફરતા હોય તેવો નજારો પણ જોવા મળી રહ્યો છે.
ચીનમાં વાયરસનો ખૌફ ખુબજ વધુ છે. વર્ષો પહેલા ફાટી નીકળેલા એસએઆરએસ વાયરસ જેવો આ વાયરસ હોવાના કારણે ઓછા લોકો સંક્રમીક બને તે માટે પગલા સરકાર લઈ રહી છે. અત્યાર સુધીમાં લાખો લોકોને ચેપ લાગ્યો છે અને ૧૭ લોકોના મોત નિપજયા છે. ચીનની વસ્તી ગીચતા ભારતની જેમ વધુ હોવાી આ વાયરસ અન્ય દેશો કરતા વધુ ઝડપે ફેલાઈ રહ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. વર્લ્ડ હેલ્ ઓર્ગેનાઈઝેશન દ્વારા પરિસ્થિતીને કાબુમાં લેવા હાકલ કરાઈ છે.