- ચેન્નાઇ એરપોર્ટ પર ડીઆરઆઈની વોચમાં 25 કેરીયરો પાસેથી15 કરોડનું સોનું ઝડપાયું
સોનાના વધતા જતા ભાવ ને આયાત ડ્યુટીને લઈને વધતી જતી સોનાનીદાણચોરી પર ડી આર આઈ એ લાલ આંખ કરી ચેન્નાઇ એરપોર્ટ પર સિંગાપુર થી 22 કેરેટ સોનાની દાણ ચોરીનું રેકેટ ઝડપી લીધું હતું,
ડીઆરઆઈએ ચેન્નાઈ એરપોર્ટ પર 25 ફ્લાયર્સ પાસેથી 15 કરોડની કિંમતનું 20 કિલો સોનું જપ્ત કર્યું હતું ચેન્નાઇ એરપોર્ટ પર સોનાની દાળ ચોરીની શક્યતાને લઈને ડિરેક્ટરોએટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ બી આર આઈ એ વોચમાં સિંગાપુર થી ત્રણ અલગ અલગ ફ્લાઇટમાં આવેલા 25 જેટલા કેરિયર પાસેથી 22 કેરેટ નું 20 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું આ સિન્ડિકેટ એક જ
ડીઆરઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલું સોનું ચેઈનના રૂપમાં અને 22 કેરેટનું હતું અને બજારમાં તેની કિંમત 15કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સિંગાપોરથી સોનાની દાણચોરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ માહિતીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પડાવ નાખ્યો હતો અને સ્કૂટ એરવેઝ, એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ પર આવતા ફ્લાયર્સને અટકાવીને તલાસી લીધી હતી હતી
ડીઆરઆઈના અધિકારીઓએ સોનું વહન કરતી સિન્ડિકેટ ને ઓળખીને ત્ તેમની અટકાયત કરી. બે મુસાફરો1 કિલોથી વધુ વજનનું સોનું લઈ આવતા પકડાયા હતા ત્યારે અન્ય પાસેથી 600 ગ્રામ 22 કેરેટનું સોનું ઝડપાયું હતું
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ફ્લાયર્સ અલગ-અલગ ગેંગના હતા અને તેમને વધુ તપાસ માટે ચેન્નાઈ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યા હતા.
ફરજ પરના કસ્ટમ અધિકારીઓની મિલીભગતની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે, કારણ કે તે જ રાત્રે 25 ફ્લાયર્સ ની દાણચોરીની સિન્ડિકેટ નો પરદાફાસ થયો હતો આ અંગેની તપાસ ચાલુ છે.
શા માટે 22 કેરેટ સોનાની જ દાણચોરી થાય છે..?
ભારતમાં કાયમી ધોરણે સોનાની માંગ રહે છે રોકાણ ને ઘરેણા માટે ભારતીયોને સોનુ સૌથી પ્રિય છે ,ત્યારે દાણચોરી માં 22 કેરેટ સોનાની જ ચોરી થાય છે 24 કેરેટ સોનુ 99.99 ટકા શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટની શોધતા 91.67 ટકા હોય છે 22 કેરેટ સોનુ દાગીના બનાવવા અને ખાસ કરીને હીરા જડવમાં વધુ અનુકૂળ રહે છે. તે નરમ હોય છે અને દાગીના બનાવવામાં અને ઢાળવામાં વધુ અનુકૂળ રહે છે વળી22કેરેટ સોનું વધુ ચળકાટ ધરાવતું હોવાથી દાગીના રૂપાળા લાગે છે. અને તે પ્રવાહી સ્વરૂપમાં પણ રહી શકે છે કિંમતમાં પણ 24 કેરેટ કરતા 22કેરેટ સસ્તુ હોવાથી તેની માંગ હોય છે આથી 22 કેરેટ સોનાનીદાણચોરી વધુ થાય છે.