બે જીવિત કીડીખાવ સહિત ૧૦ કિલો માંસ સાથે એક પકડાયો જ્યારે બે નાસી છૂટ્યા

જંગલી પ્રાણી કીડી ખાવ કે જે જંગલમાં જોવા મળે છે. નાના જીવ જંતુઓ ખાયને આહાર ચક્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે હાલ આ કીડીખાવ પ્રાણી લુપ્ત થતું જાય છે. જેથી તેને સેડ્યુલ -૧ માં મુકવામાં આવ્યું છે. આરક્ષિત પ્રાણીઓમાં મુકવાથી તેને પાળવાનું કે રાખવા પર પ્રતિબંધ હોય છે. તેનો શિકાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં અવાર નવાર તેમનો શિકાર થતો હોય છે.

એશિયાના ભારત અને ચાઈના જેવા દેશોમાં કીડીખાવ જોવા મળે છે. ત્યારે કીડીખાવની ચામડી અને શરીરનો ખૂબજ વેપલો થાય છે. ચાઈનામાં કીડીખવની ખૂબ માંગ રહે છે. ત્યારે તેના શિકારમાં પણ મોટો વધારો જોવા મળ્યો હતો . જેને કારણે તેમની પ્રજાતી લુપ્ત થવા લાગી હતી. જેનાથી આહાર ચક્રને મોટી અસર પહોંચવા લાગી હતી. સરકાર દ્વારા તેને સેડ્યુલમાં રાખવામાં આવ્યું છે. કીડી ખાવની ચાઇનમાં મોટી માંગ હોવાથી તેની કિંમત લાખોમાં માનવામાં આવે છે.

કીડી ખાવ પ્રજાતિ લુપ્ત થવા પાછળનો હેતુ જંગલોનો વિનાશ અને કીડીખાવની તાંત્રિક વિધિમાં થતો ઉપયોગ ની સાથે સાથે ચાઈનીઝ દવાના ઉપયોગીમાં લેવાતું હોવાનું માનવામાં આવે છે. કિડીખાવની ચાર થી વધુપ્રજાતી જોવા મળતી હતી  પરંતું તેમાં પણ હાંલ ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાજ  ગુજરાત ના દ્વારકા નજીક એક કીડીખાવ જોવા મળ્યું હતું. કીડીખાવ મુખ્યત્વે પાલનપુર અને અરવલ્લી ખાતે જોવા મળે છે. ત્યારે સેડ્યુલમાં આવવા છતાં ત્યાં તેનો શિકાર અને તસ્કરી કરવામાં આવી રહી છે. જેને રોકવા માટે જંગલ ખાતા દ્વારા પણ પ્રયાસો કારવમાં આવી રહ્યા છે.

અરવલ્લીના જંગલમાં ફિરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. જે કીડીખાવ ની તસ્કરી કારતો હતો. તેમની પાસેથી બે કીડીખાવ અને ૧૦ કિલો જેટલો તેનું માસ મળી આવ્યુ હતું. ફિરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની કામ ગિરી દરમીયાન એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો જયારે બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. પકડાયેલા વ્યકતીની સાત દિવસની રિમાન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટએ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. એક સેન્ટ્રો કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીનું નામ નદીમ છે જે કીડીખાવ ને ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં વેચવાનો હતો. ફિરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નદીમ પાસે થી મળેલ કીડીખાવના શરીરનું પોસ્ટ મોર્ટમ કરીને નાસ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.