એક તરફ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી બાજુ રાજ્યમાં સ્મગલિંગનો ધંધો પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જો કે હાલ ચૂસ્ત બંદોબસ્ત હોવાને કારણે સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં જૂના કોમ્પ્યુટર પાર્ટ્સ અને એસેસરીઝના સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યની DRIની ટીમે અમદાવાદમાં કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં જૂના કોમ્પ્યુટરના પાર્ટસ અને એસેસરીઝના સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન તપાસ કરતાં સામે આવ્યું કે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, દુબઇ અને સાઉથ કોરિયાથી કોમ્પ્યુટરના પાર્ટ્સ આવતા હતા જેને મોંઘી કિંમતે બજારમાં વેચવામાં આવતા હતા.
સાથે જ DRIની ટીની તપાસમાં આમે આવ્યું કે આ સમગ્ર સ્મગલિંગના રેકેટમાં દિલ્હી અને ગુજરાતના વેપારીઓની સંડોવણી સ્પષ્ટ રીતે દેખાય આવે છે. જો કે પોલીસે હાલ કેટલાની ધરપકડ અને કોણ કોણ સંડોવાયેલું છે તે અંગેની માહિતી જણાવી નથી. જો કે દરોડા દરમિયાન કુલ 3 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો.