નવા બનતા કારખાનામાં બાકોરૂ પાડી જુના કારખાનામાં ત્રાટકી સાડા બાવીસ કિલો ચાંદી, પેટર્ન N. L.C.D. ની કચીર ચોરી: AC, CCTV અને લેપટોપમાં કરી તોડફોડ
શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જાય છે. ખાખીનો ખોફ ઓસરી રહ્યો છે તેમ લુખ્ખાઓ બેખોફ બની રહ્યા છે હત્યા, મારામારી, જુગાર, દારૂ અને આર્થિક ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન શેરબજારના સેસન્સના ગ્રાફની ઉચકાય રહ્યો છે.
શહેરના સામા કાંઠેા વિસ્તારમાં એક સપ્તાહમાાં બે કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ગયા છે જેમાં મયુરનગર મેઇન રોડ વિજય સીંગની સામે આવેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનમાં તસ્કરોએ એલ.સી.ડી. 22.50 કિલો ચાંદી અને દાગીના બનાવવાના પેટર્ન મળી 4.55 લાખની મત્તા ચોરી જઇ એ.સી., સીસી ટીવી અને લેપટોપમાં નુકશાન કર્યાની ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાવી છે.
વધુ વિગત મુજબ શહેરના પેડક રોડ પર આવેલું ક્રિષ્ના પેલેસમાં રહેતા કેયુરભાઇ કિશોરભાઇ કેરાળીયા નામના વકીલનું મયુરનગર મેઇન રોડ પર આવેલું ક્રિષ્ના સિલ્વર નામે આવેલા કારખાનાની બાજુમાં નવું ચણાતું કારખાનામાં બાકોરુ પાડી તસ્કરો બંધ કારખાનામાં ત્રાટકયા હતા.
કારખાના ડેલાનું તાળુ તોડી ઓફીસરમાં પ્રવેશી એલ.સી.ડી., બીજી ઓફીસમાંથી 45 હજારની કિંમતનો ચાંદીનો બનાવવાનો પેટર્ન અને ત્રીજી ઓફીસમાં કબાટમાઁ રાખેલી રૂ. 4.05 લાખની કિંમતની 22.500 કિલોગ્રામ ચાંદી ચોરી કરી એસી, સીસીટીવી, ડીવીઆર અને લેપઠોપ માં તોડફોડ કર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.
આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એસ.ગઢવી સહીતના સ્ટાફને થતા ડોગ સ્કોડ, ફિંગર પ્રિન્ટ, સહીતના સ્ટાફને થતા ડોગ સ્કોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઇ સીસીટીવીની મદદથી તસ્કરોનું પગેરુ દબાવ્યું છે.