સુરેન્દ્રનગર અને ચોટીલામાંથી તસ્કરો 3 બાઈક હંકારી ગયા: સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ હોસ્પિટલમાંથી એક અને ચોટીલાની સોસાયટીઓમાંથી અલગ અલગ જગ્યાએ બે બાઈક ચોરી સાથે ચોટીલાના નિવૃત પ્રોફેસરના ઘરના તાળા તોડી અંદરથી 1 લાખ રોકડાની ચોરી થઈ છે.સુરેન્દ્રનગર શહેરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા દેદાદરા ગામના પ્રકાશ ખોડાભાઈ રાઠોડ ફરજ ઉપર લઈને આવેલુ બાઈક અજાણ્યા શખ્સો હોસ્પિટલમાંથી ચોરી કરી લઈ ગયા હતા.
આ બાબતની સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બીજી તરફ ચોટીલાના થાન રોડ ઉપર આવેલા આશાપુરાનગર નજીક રહેતા સુરાભાઈ મેરામભાઈ બટેટાના વેપારીનુંહ ઘણની બહાર પાર્ક કરેલુ એકટીવા અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હતા સાથે જીઈબીની સામેચિત્રકુટ સોસાયટીમાં રહેતા ભાભલુભાઈ ધાંધલનું પણ બાઈક ચોરી કરી લઈ ગયા હતા.
જયારે બીજી બાજુ ચોટીલામાં થાનરાડ પર નિવૃત પ્રોફેસર પ્રવીણભાઈ ઓઝા નામના મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરો તેમના મકાનમાંથી રૂ.1 લાખની ચોરી કરી જતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.