ખેડૂત પરિવાર ખેતરે ગયો,ને તાળા તોડી રોકડ અને સોનાના ઘરેણાની ચોરી કરી
ગોંડલ તાલુકા ના મોટી ખીલોરી ગામે ઘર માલીક દિવસ ના વાડીએ મરચી ઉતારવા ગયા હોય બંધ મકાન ના તાળા તોડી તસ્કરોએ પરોણાગત કરી સોનાના ઘરેણા તથા રોકડ રકમની ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ મા ફરિયાદ થવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોટી ખીલોરી ગામે રહેતા ભરતભાઇ દામજીભાઈ બાબરીયા ગત રોજ પોતાની વાડીએ મરચી ઉતારવા માટે ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમા દરવાજા ના તાળા તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશી રુમ માં રાખેલ લોખંડ ની પેટી તોડી તેમા રાખેલા રોકડા રૂપિયા 60,000/- તથા સોના ના દાગીના ની ચોરી કરી હતી.
બનાવ અંગે ભરતભાઇ એ જણાવ્યુ કે હું અને મારા પત્ની દેરડી ગામની સિમવાળી વાડીએ મરચી વાવેલ હોઈ ત્યાં મરચી ઉતારવા ગયા હતા અને મારો પુત્ર દર્પણ દેરડી (કું) ખાતે સ્કૂલે અભ્યાસ માટે ગયો હતો બપોર બાદ મારો પુત્ર દર્પણ ઘરે આવી ને રૂમ નો દરવાજો ખોલતા દરવાજો ખુલ્યો નહિ જેથી પાછળ ની અગાસી પર થી અમારા રૂમ ના દરવાજાનો નકુચો ખોલી ને જોતાજ ઘર ની વસ્તુ વેર વિખેર પડેલ હતી લોખંડ ની પેટી ખુલ્લી પડી હતી લોખંડ ની પેટી માં તસ્કરોએ સોનાની લેડીસરિંગ, પેન્ડલસેટ, ચેઈન, મંગળસૂત્ર, બે વિટી સહિત સોના ના ઘરેણા તથા રોકડ સાઈઠ હજાર ની ચોરી કરી રફ્ફુચકકર થયા છે ચોરી ના સમગ્ર બનાવ ને લઈને સીસીટીવીના માધ્યમથી ગોંડલ તાલુકા પોલીસ ના PSI એમ.આર.સિંધવ અને સ્ટાફ દ્વારા તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.