૧પ હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં તાત્કાલીક કામ ચલાઉ પોલીસ ચોકી ઉભી કરવા માંગ
છેલ્લા લાંબા સમયથી ગાંધીધામ તથા ગળપાદર છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં અનેક ટુ-વ્હીલર વાહનોની ચોરી ના બનાવો વધ્યા છે તથા તે વિસ્તારમાં ઘર ફોડી અને અન્ય ગુનાહોની સંખ્યામાં પણ સતત નોંધપાત્ર વધારો થયો છે આ બાબતે ગાંધીધામ પોલીસ અધિક્ષકશ્રીને કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં ગળપાદર વિસ્તારમાં ૧૫૦૦૦ જેટલી વસ્તી હોવા છતાં પણ પોલીસ સ્ટેશન ન હોવાથી સમસ્યામાં વધારો થાય છે તેવું જણાવવામાં આવ્યું છે તથા આટલા મોટા વિસ્તારમાં માત્ર બેથી ત્રણ પોલીસકર્મીઓ જ કરે છે તે પણ ખૂબ જ ગંભીર બાબત છે જેને કારણે ગુનાખોરીની સંખ્યામાં વધારો થતો હોય તેવું જણાવવામાં આવ્યું છે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તથા પોલીસની ની પેટ્રોલિંગ વધુ થાય અને લોકોમાં કાયદાનો ભય રહે તે માટેની પણ માંગણી કરવામાં આવી હતી વિસ્તારમાં ગુનાખોરી અને ચોરીના બનાવો વધતા હોવાથી તત્કાલ પ્રભાવથી કામ ચલાવ પોલીસ ચોકી ઉભી કરી અને ગુનાખોરી અટકાવવા માટે પણ માગણી કરવામાં આવી હતી સાથે સાથે રાત્રી પેટ્રોલીંગ પણ વધારો લોકોને રાહત આપી શકાય તેમ છે આવેદનપત્ર માં ખાસ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા એ પોલીસ અધિકારી પાસે જનહિતમાં ઉપરોક્ત માંગણી સંતોષવા માટે વિનંતી કરી હતી તેમની સાથે સંજયભાઈ ગાંધી ભરતભાઈ ગુપ્તા ચેતનભાઇ જોશી કપિલ પાંધી દેવેન્દ્રસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ નિર્મલસિંહ લતીફ ખલીફા વગેરે ઉપસ્થિત રહ્યા હતા