ઓફિસના તાળાં તોડી લેપટોપ,મોબાઈલ અને રૂ.1.50 લાખની મતા ચોરી ગયા:સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
શહેરમાં જાણે કાયદો વ્યવસ્થા કથરી રહી છે અને ચોરો બેફાન બની રહ્યા છે ત્યારે દિવસેને દિવસે ચોરી, લૂંટ બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલ કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટની ઓફિસના તાળા તૂટ્યા છે. જ્યાં લેપટોપ, મોબાઈલ અને રૂ.1.50 લાખની મતા ચોરાઈ છે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી સીસીટીવીના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
પ્આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ પર આવેલ દેવજિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અને આદિત્ય કોર્પોરેશન નામની ઓફિસમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી નાસી છૂટ્યા હતા.
બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા જેમાં 3થી 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ઓફિસ માલિકની પુછપરછ કરતા તસ્કરોએ ઓફિસમાં પડેલ રોકડ રૂપિયા 1.50 લાખ તેમજ મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે ફરિયાદ નોંધવા તપાસ તજવીજ હાથ ધરી છે
બનાવમાં કોઈ જાણભેદુની સંડોવણીની શંકા
ગોંડલ રોડ પર આવેલ દેવજિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અને આદિત્ય કોર્પોરેશન નામની ઓફિસમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ હાથફેરો કરી 1.50લાખની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી કરી નાસી છૂટ્યા હતા.જયારે પોલીસ તપાસમાં કોઈ જાણ ભેદુ હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ કરી અને વધુ પૂછતાછ હાથધરી છે.
સીસીટીવી ફુટેજમાં 3થી 4 શખ્સો જોવા મળ્યા
ગોંડલ રોડ પર આવેલ કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટની ઓફિસના તાળા તૂટ્યા છે. જ્યાં લેપટોપ, મોબાઈલ અને રૂ.1.50 લાખની મતા ચોરાઈ છે. પોલીસ તપાસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા જેમાં 3થી 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથધરી ચોરોની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.