જૂનાગઢ અને માણાવદર માંથી રૂ.૩.૪૦ લાખની ચોરી
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં તથા માણાવદરના જાંબુડી ગામે ત્રણ સ્થળોએ ચોર ઈસમોએ ત્રાટકી ઘરફોડી કરી, રૂ. ૩,૩૯,૫૦૦ ની ચોરી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
માણાવદરના જાંબુડા ગામે રહેતા જયદીપભાઈ પરબતભાઈ ડાંગર ના ઘરમા કોઈ અજાણ્યા શખ્સે રસોડામાં રાખેલ ઘરની ચાવી વડે, ઘરના તાળા ખોલી, રૂમમા પ્રવેશ કરી, રૂમની અંદર રહેલ કબાટ ખોલી, કબાટમા રહેલ તિજોરીમાથી રોકડ રૂ. ૩૫૦૦૦ તથા સોનાનો ચેઈન જે અંદાજે ત્રણ તોલાનો જેની અંદાજીત કિંમત રૂ. ૯૦,૦૦૦ તથા સોનાનુ પેન્ડલ જે આશરે અઢી તોલાનુ જેની અંદાજીત કિ. રૂ. ૭૫૦૦૦ તથા સોનાની ત્રણ વીંટી અંદાજે જે ત્રણ તોલાની જેની આશરે કિમત રૂ. ૯૦,૦૦૦ એમ કુલ કિમત રૂ. ૨,૯૦,૦૦૦ ની ચોરી થઈ હોવાનીી પોલીસમાં ફરિયાદ નોંધાવાા પામી છે.
જ્યારે જૂનાગઢ ના મધુરમ બાયપાસ, શ્યામદત એપાર્ટમેન્ટ એ વિંગ બ્લોક નંબર-૧૦૧ માં રહેતા નરેશપરી લખુપરી ગોસ્વામી તથા તેમના પાડોશીના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ ઘરના તાળા તોડી, ઘરમાં પ્રવેશ કરી, કબાટ માંથી રોકડા રૂપીયા આશરે ૩૦,૦૦૦ તથા સોના વીંટી જેની કિં.રૂ-૧૫,૦૦૦ તથા તેના પાડોસી ના બંધ મકાન માથી ચાંદીના સાકળા જોડી નં. ૨, તથા છોકરાઓનો ગલ્લો રોકડા રૂપીયા આશરે ૨૫૦૦ અને એસ.બી.આઇ બેન્કની પાસ બુક નંગ. ૨ મળી રૂ. ૪૫૦૦ મળી બંન્ને જગ્યાએથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ. ૪૯,૫૦૦ ની કોઇ ચોર ઇસમો એ ચોરી કરી લઇ ગયાની પોલિસ દફતરે ફરિયાદ નોંધાવી હતી.