સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ રેવાસ મહાકાળી મંદિર માં બુધવારની રાત્રિ દરમિયાન ચોરી નો બનાવ બનવા પામ્યો હતો .જેમાં મંદિરને લગાવેલ તાળાનો નકુચો તોડી મંદિર ખોલી મંદિર માં રાખેલ દાનપેટી તેમજ મંદિરમાં રાખેલ પંખાની ચોરી કરી ચોર લઇ ગયા હતા.
મંદિરના મહંત જ્ઞાનાનંદજી વહેલી સવારે 5.30 કલાકે મંદિર માં આવતા જ ચોરી થયા ની જાણ થઈ હતી. જેની આશ્રમના અન્ય બે વ્યક્તિઓને જાણ કરી બડોલી ઓ.પી.ના એ.એસ.આઈ. સી.એલ.રબારી ને જાણ કરતા પોલીસ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરાઈ હતી.
જેમાં ચોરયેલ દાન પેટી મંદિર ના પાછળ ના ભાગે આવેલ ત્રીજા ખેતરોમાં થી મળી આવી હતી. મંદિર મહંત ના જણાવ્યા અનુસાર બે મહિનાથી દાનપેટી ખોલવામાં આવી નહોતી જેને લઈને કેટલી રકમની ચોરી થઈ જાણી શકાયું નથી.
પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.