એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ : હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી
હળવદ શહેરની સોસાયટીઓમાંના ત્રણ મકાનને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં બે મકાનોમાંથી તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોડક સહિતનો મુદ્દામાલનો દલ્લો હાથવગો કરીને પોબરા ભણી ગયા હતા.આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટનસ્થળે દોડી જઈને આ ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.જો કે ઠંડી વધતાની સાથે તસ્કરોનો તરખાટ પ્રકાશના આવતા પોલીસ પણ લોકોની કિંમતી માલમતાના રક્ષણ માટે નાઈટ પેટ્રોલીગ વધુ અસરકારક બનાવવા કમર કસી હોવાનું જાણવા મળ્યું છે
આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ સોસાયટીઓના ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા.જેમાં હળવદ શહેરમાં આવેલ મહાવીર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગતરાત્રે તસ્કરો ખબકયા હતા અને આ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા.જોકે આ મકાનમાં રહેતો પરિવાર ગઈકાલે ઉંઝામાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા નીકળ્યો હતો.હજુ આ પરિવાર રસ્તામાં જ હતો.ત્યારે આ પરિવારને પોતાના મકાનમાંથી કિંમતી માલમતા ચોરાય ગયાની જાણ થઈ હતી.આથી તેમના મકાનમાંથી કુલ કેટલો મુદ્દામાલ ચોરાયો તેની સ્પષ્ટ વિગતો મળી નથી.જયારે હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર ટાઉનશીપના એક મકાનમાંથી પણ તસ્કરો હાથફેરો કરી ગયા હતા.આ મકાનમાંથી નાની મોટી ચાંદીની વસ્તુઓની ચોરી થયાનું જાણવા મળે છે. આ પરિવાર ગામડે ગયો હતો અને પાછળથી તસ્કરો કળા કરી ગયા હતા.જ્યારે હરીનગર ગોલ્ડ સોસાયટીના એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષફળ ગયો હતો.
આ ચોરીના બનાવની જાણ થતાં હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગય હતી અને કુલ કેટલી કિંમતની ચોરી થઈ તેનો ચોકકસ તાગ મેળવીને આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.હળવદ શહેરમાં આમ તો પોલીસનું નાઈટ પેટ્રોલીગ થાય છે.પણ જે વિસ્તારોમા ચોરી થઈ તે શહેરના હાઈવે રોડ અને સરા રોડ ની બાજુમાં આવેલ હોય જેથી અહિ તસ્કરોને પણ ચોરી કરવામાં સરળતા રહે છે જેથી હળવદ પી.આઈ સંદિપ ખાંભલા દ્વારા આવા વિસ્તારોમાં પણ અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે