કેશોદ, જય વિરાણી:હાલ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લૂંટ, ચોરી હત્યાના બનાવો વધ્યા છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. ચોરીના બનાવો વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો પોલીસની કાર્યવાહી સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત છે.

કેશોદના સોનું રીફાઈન કામગીરી કરતાં વેપારીને ત્યાંથી પાંચ લાખનું સોનું ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. બનાવની વિગત અનુસાર સોમનાથ રીફાઈનરીનાં માલીક મરાઠા સદાશિવ કુંડલીકભાઈને ત્યાં તસ્કરો ત્રાટકયા હતા. ચોરો બારીએથી પ્રવેશી દસ તોલા સોનું અંદાજે કિંમત રૂપિયા પાંચ લાખનો માલ ચોરી ગયા હોવાનું જાણવા મળેલ છે.

Screenshot 1 25

3 ચોર સીસીટીવી કેમેરામાં કેદ

સોમનાથ રીફાઈનરીનાં માલીક મરાઠા સદાશિવ કુંડલીકભાઈએ અજાણ્યા શખ્સઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે કારીગરે બે વર્ષથી કુંડળીમાં દસ તોલા જેટલું સોનું એકઠું કર્યુ હતું. અંદાજે 5 લાખ રૂપિયા જેટલી કિંમતનો મુદામાલ જોવા ન મળતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી મુદ્દામાલ લઈને જતા હોય તેમ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.