રેલનગર પાસે અવધ પાર્ક મેઈન રોડ પર એક સાથે બે મકાનને નિશાન બનાવ્યા: તસ્કરોએ આસપાસમાં રહેતા પાડોશીની ડેલીઓ બહારથી બંધ કરી ચોરીને અંજામ આપ્યો
રાજકોટના રેલનગર પાસે આવેલા અવધ પાર્ક મેઈન રોડ પર તસ્કરોએ એક સાથે બે મકાનને નિશાન બનાવી મકાન માલીકને સુતા રાખી રૂ.૨.૫૦ લાખની મતાની ચોરી કરી જતા સનસનાટી મચી જવા પામી છે.
આ અંગેની વિગત મુજબ રેલનગરમા આવેલા અવધ પાર્ક મેઈનરોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા મુકેશભાઈ ડેડીયા નામનો યુવાન ગઈ કાલે જૂનાગઢ પરિક્રમામાં ગયો હતો અને ઘરે તેના પત્ની શિતલબેન અને પુત્ર ઘરે એકલા હતા ત્યારે શિતલબેનના મામી ગઈકાલે રાત્રક્ષનલાં તેઓના ઘણે સુવા આવ્યા હતા બંને મામી ભાણેજ નીચેનો રૂમ બંધ કરી ઉપર બીજા માળે રૂમમાં સુતા હતા ત્યારે મોડી રાત્રીનાં કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી પડોશમાં રહેતા પડોશીઓની ડેલીઓ બહારથી બંધ કરી નાખી બાદમાં શિતલબેનના મકાનના ઉપરના માળે રૂમ બહારથી બંધ કરી નીચેના રૂમનો દરવાજાના નકુચા તોડી અંદર કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૨.૫૦ લાખની અંદાજે મતાની ચોરી કરી ગયા હતા.
સવારે ઉઠયા ત્યારે રૂમ બહારથી બંધ હોવાથી શીતલબેને પાડોશીને જાણ કરતા તેઓએ આવી રૂમ ખોલ્યો હતો. અને બાદમાં માલુમ પડયું હતુ કે તેઓના મકાનમાં ચોરી થઈ છે. પાડોશીઓ ભેગા થઈ જતા નજીકમાં અવધપાર્ક મેઈન રોડ પર અન્ય એક મકાનને પણ તસ્કરોએ ગતરાત્રીના નિશાન બનાવ્યું હતુ પરંતુ આ મકાનમાંથી કોઈ માલ મતાનીચોરી થઈ નહિ હોવાનું જાણવા મળ્યું હતુ.
બનાવ અંગેની જાણ પ્ર.નગર પોલીસમાં કરવાનાં આવતા પીઆઈ એમ.બી. કાતરીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી એફ.એસ.એલ. તથા ડોગ સ્કવોડની મદદ લઈ તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે.