પાકિસ્તાન ડ્રોન દ્વારા નશિલા પદાર્થો અને હથિયારો ભારતમાં ઘુસાડી શકે છે; મલ્ટી એજન્સી ગ્રુપે રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો
પાકિસ્તાન તેની નાપાક હરકતોથી કયારેય બાજ આવ્યું નથી. ત્યારે હવે પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સ અને હથિયારો ઘુસાડવા ડ્રોનનો ઉપયોગ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ મલ્ટી એજન્સી ગ્રુપે એક અહેવાલ તૈયાર કર્યો છે. પાકિસ્તાની દાણચોરો અને આતંકવાદીઓ ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં આવ્યા વગર હથિયારો અને ડ્રગ્સનો સપ્લાય ભારતમાં કરવા ડ્રોન અને પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરી શકે છે જે એક ચિંતાનો વિષય છે આ માટે સુરક્ષા એજન્સીઓએ સતર્ક રહેવા રીપોર્ટમાં જણાવાયું છે.
ડ્રોનથી પાકને એ ફાયદો થશે કે તેની આ નાપાક હરકતો આપણી સુરક્ષા એજન્સીઓ સામે આવશે નહીં પરંતુ પાક આ પ્રકારે દાણચોરી અને આતંકી પ્રવૃતિઓ કરે એ પહેલા જ મલ્ટી એજન્સી ગ્રુપે આ અંગે એક અહેવાલ તૈયાર કરી સરકારને સોંપ્યો છે. જેમાં ભવિષ્યમાં પાક સીમા પરથી હથિયારો અને ડ્રગ્સની ભારતમાં તસ્કરીના કયા અને કેવા પ્રકારે ટ્રેંન્ડ હોય શકે છે તે પર ખાસ ધ્યાન રખાયું છે. તેમજ આ અહેવાલમાં પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓ ફરીથી શ‚ કરવાના પ્રયત્નો પર ચિંતો વ્યકત કરાઈ છે.
એજન્સીનું પ્રતિનિધિત્વ કરનાર સિનીયર અધિકારીઓએ રિપોર્ટમાં ભારતીય સીમા પર ડ્રોન અને પેરાગ્લાઈડર્સની મદદથી કેવી રીતે હથિયારો અને નસીલા પદાર્થો ઘુસાડી શકાય છે અને જીપીએસની મદદથી તેને શોધી શકાય છે તે પર વિસ્તારથી જણાવ્યું છે અને આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા એજન્સીઓને આ બાબતો પર ખાસ ધ્યાન રાખવા સુચવ્યું છે.
બીએસએફ જવાનોએ ડ્રોન ઘુસ્યાના ૪૦ મામલાઓ દર્જ કર્યા છે. જેમાંથી ૩૬ અમૃતસરના હોવાનું ખુલ્યું છે. જેમાં પંજાબમાં આતંકવાદીઓની ઘુસપેઠનું પણ કહેવાયું છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ માટે સિખ અને કાશ્મીરના આતંકવાદીઓ સહયોગ કરી રહ્યાં છે. સીનીયર વકીલ અને આસિસ્ટન્ટ સોલીસીટર જનરલ ચેતન મિતલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની આ અભુતપૂર્વ પહેલ પર અલગ-અલગ એજન્સીઓ વચ્ચે સુચનાઓનું આદાન-પ્રદાન થવાથી ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી તેમજ આતંકવાદી પ્રવૃતિઓથી નીપટવામાં ખુબજ મોટી મદદ મળશે.આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, સીમા પરના વિસ્તારોમાં અફસરોને ફસાવી તેમના દ્વારા દાણચોરી કરાવવા અમુક મહિલાઓને ટ્રેનીંગ પણ અપાઈ રહી છે, તેમજ બંને તરફથી ગતિવિધિઓ તેજ થવાથી દાણચોરો પોતાનું કામ કઢાવવા બીએસએફ રેંજર્સને ફસાવી શકે છે. અથવા તેમની સાથે મુઠભેડ કરી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બીએસએફ જણાવ્યું કે, નશીલા પદાર્થોની દાણચોરી કરવા આતંકવાદીઓ ફેસબુક, વોટ્સએપ, સ્ટાઈપ, આઈએમઓ મેસેન્જર જેવા સોશ્યલ મિડીયાના માધ્યમોનો પરસ્પર ઉપયોગ કરતા પણ ઝડપાયા છે. જે સુરક્ષા બળો માટે મોટો પડકાર છે
વિદેશી કંપનીઓ ભારતમાં ડ્રોન ઉડાડી નહીં શકે
ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશને (ડીજીસીએ) આદેશો જારી કર્યા છે કે વિદેશી કંપનીઓ ભારતમાં ડ્રોન ઉડાડી શકશે નહીં. જેના પગલે વાણિજય હેતુસર ડ્રોનનો ઉપયોગ કરતી કંપનીઓ પર પ્રતિબંધ લાદશે. સીમા પર થતી દાણચોરી અને તસ્કરીને અટકાવવા અને આતંકવાદી ગતિવિધિઓ પર રોક લગાવવા તેમજ સુરક્ષાને ધ્યાને લઈ આ પ્રકારે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ડ્રોન ઉડાડવા માટે યુનિક આઈડેન્ટીફિકેશન નંબર લેવાનો રહેશે. આ નંબર ભારતીય નાગરિકો અને કંપનીઓને જ મળશે. અગર જો કંપની ભારત બહારની નોંધાયેલી હશે તો યુઆઈએન નંબર ભારતમાં લીઝ પર ફર્મ અપાયેલી છે તે દ્વારા લેવાનો રહેશે અને વિદેશી કંપનીઓ ડાયરેકટલી દેશમાં ડ્રોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત નેનો ડ્રોન એટલે કે ડ્રોનનું વજન ૨૫૦ ગ્રામ કરતા ઓછું છે અને ૫૦ ફુટ સુધી ઉડી શકે છે તેમજ ગર્વમેન્ટ સીકયુરીટી એજન્સીઓ દ્વારા ડ્રોન ઓપરેટ કરાયેલ છે તો આ માટે યુઆઈએન નંબરની જ‚ર રહેશે નહીં. સિવિલ એવીએશન સેક્રેટરી આર.એન.ચોબેએ જણાવ્યું કે રેગ્યુલેશન ઘડાયા બાદ ડ્રોનનો વાણિજયક હેતુસર ઉપયોગ કરી શકાશે.