અબતક, ભરત ગોહિલ , જામજોધપુર

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે આવેલ પ્રસિદ્વ બાવીસી માતાજી મંદિરે બે શખ્સો વંડી ટપીને અંદર દરવાજામાં પ્રવેશી મંદિરનો દરવાજો કોઇ ઓજાર વડે તોડી મંદિરમાં ઘૂસ્યા હતા અને માતાજીના 90 હજારની કિંમતના 3 ચાંદીના છતર 10,000ની કિંમતનું ચાંદીનું ઘોડીયું 20,000 કિંમતના ચાંદીના મુંગટદાન પેટીમાંથી 1000 રોકડ મળીને કુલ એક લાખ એકવીસ હજાર ચોરી કરી નાશી ગયા હતા. આ આખો બનાવ મંદિરના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.