એલ.સી.બી.એ રૂ.૫૨ હજારનો મુદામાલ કબ્જે કર્યા
જેતપૂરની હાલાર મચ્છુ કાંઠા ભાવસાર સમાજની વાડીંથી બે માસ પૂર્વે થયેલી ચોરીનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી બેલડીને ઝડપી લઈ રૂા.૫૨ હજારના મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવને ડામી દેવા અને વણ ઉકેલ બનાવને ઉકેલવા જિલ્લા પોલીસ વડા એસ.પી. બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એચ.એમ. રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જેતપૂરના તપસી આશ્રમ સામે ઝુપડપટ્ટીમાં રહેતા જયવીર ઉફે લાલો ગગજી બારીયા અજીત ઉર્ફે અધિક ઉકા સોલંકી અને સંજય ધનજી ચૌહાણ નામના શખ્સો ચોરાઉ મુદામાલ ઘરમાં સંગ્રહ હોવાની કોન્સ્ટેબલ સંજયભાઈ પરમાર અને નારણભાઈ પંપાણીયા ને મળેલી બાતમીનાં આધારે કોન્સ્ટેબલ શકિતસિંહ અને નિલેશભાઈ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડી ત્રિપુટીને ૧૮ પંખા, મોટર, ગેસના ચુલા અને બે મોબાઈલ મળી રૂા.૫૨નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસે ત્રિપુટીની પ્રાથમિક તપાસમાં ગત તા.૨૫જૂનના રોજ હાલાર મચ્છુ કાંઠા ભાવસાર સમાજની વાડી સહિત ત્રણ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી વધુ તપાસ માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.