‘અબતક’ની મુલાકાતમાં આચાર્યએ યુનિવર્સિટી સહિત કોલેજોના ટોપર્સ ની સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ ને આપ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી ઓમકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વેલનોન કોલેજ ઓફ કોમ્પ્યુટર ના પાંચ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજોમાં ટોપ ફાઈવ માં સીધી પ્રાપ્ય બનતા વેલનોન કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સના શિક્ષણ અને વિદ્યાર્થીઓનો શૈક્ષણિક જગતમાં વધુ એક વાર ડંકો વાગ્યો હતો અબ તકની મુલાકાતમાં સંસ્થાના આચાર્ય અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ગૌરવ નિમાવતી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ નો શ્રેય વિદ્યાર્થીઓની મહેનતની સાથે સાથે શિક્ષકો અને વાલીઓના માર્ગદર્શનને આપવો પડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન વેલનાન કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા ચલાવવામાં આવતા બી.સી.એ. ના અભ્યાસક્રમ ના તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં વિઘાર્થીઓએ જવલંત સફળતા મેળવી છે.
બી.સી.એ. સેમ.-1 ના સૌરાષ્ટ્ર યુનિ. ના પરિણામના છાત્રોએ ખુબ જ મહેનત થકી સફળતા મેળવી હતી જેમાં કોલેજની વિઘાર્થીની મકવાણા શ્રૃતિ એ 95 ટકા સાથે સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમાંક સાથે ઉર્તિણ થયેલ છે. અને સાથે બીજા છાત્રોએ પણ અથાગ મહેનત થકી પરિણામ મેળવ્યું છે જેમાં કોલેજના વિઘાર્થીઓ સગપરીયા દિયા 87 ટકા સાથે કોલેજમાં બીજા ક્રમાંક, પિત્રોડા મિત 81 ટકા સાથે કોલેજમાં ત્રીજા ક્રમાંક, ઠેબા રીયાઝ 79 ટકા સાથે કોલેજમાં ચોથા ક્રમાંક અને ભંડેરી નિકુંજ 78 ટકા સાથે કોલેજમાં પાંચમા ક્રમાંક મેળવી સિઘ્ધી હાંસલ કરી છે અને મકવાણા શ્રૃતિએ MATHS વિષયમાં 100 માંથી 100 માકસ મેળવ્યા છે. તે બદલ સમગ્ર વેલનોન કોલેજ અને તેના પ્રીન્સીપાલ અને એચ.ઓ.ડી. ગૌરવસર નિમાવત અને ભાવેશસર, વિમલસર, નિકીતા મેડમ, નિશા મેડમ, રેણુકા મેડમ, પારુલ મેડમએ આ વિઘાર્થીઓના પરિવારને અને બધા વિઘાર્થીઓને અભિનંદન આપ્યા છે. અને આ સાથે મુલાકાત દરમિયાન વિઘાર્થીઓએ આ સફળતા પાછળનો તમામ શ્રેય સંસ્થાને અને તેમના પ્રોફેસરોને આપેલો.
આયોજન બધ્ધ અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા મળી: શ્રુતિ મકવાણા
વેલ નોન કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં બીસીએ સેમેસ્ટર વન માં અભ્યાસ કરતી મકવાણા શ્રુતિ એ ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવી 95 ટકા માર્કસ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોલેજમાં અવ્વલ નંબરે સફળ થઈ છે ત્યારે શ્રુતિએ આ સફળતા પાછળ આયોજન બદ્ધ અભ્યાસ અને બોર્ડની જેમ જ કોલેજમાં પણ લક્ષ્ય સિદ્ધિ ના એકમાત્ર ધ્યેયથી અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શન થી આ સફળતા મળી હોવાનું અબતક ની મુલાકાતમાં જણાવ્યું હતું