કેન્દ્રીય કાપડ પ્રધાન અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઇરાની આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.
સ્મૃતિ ઇરાની અમદાવાદના આવશે અને અમદાવાદથી મધ્ય ગુજરાતની ગૌરવ યાત્રામાં જોડાશે. સ્મૃતિ ઈરાની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સાથે ઝાલોદથી ગોધરા સુધી ગૌરવ યાત્રામાં જોડાશે. અને મધ્ય ગુજરાતમાં પ્રચાર કરશે.
તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસના કાર્યોની વાત લોકો સુધી પહોંચાડી ભાજપ માટે મત માંગશે. સ્મૃતિ ઇરાની બાદ અન્ય કેન્દ્રીય નેતાઓ પણ આ ગૌરવ યાત્રામાં જોડાશે.
ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધીના વતન પોરબંદરથી પણ ગૌરવ યાત્રાની શરૂઆત કરાઈ છે. ગુજરાત ગૌરવ યાત્રા કુલ 13 દિવસમાં 149 વિધાનસભા 4657 કિલોમીટરનો પ્રવાસ કરશે. ગુજરાત ગૌરવ યાત્રામાં ભાજપના વરિષ્ઠ નેતાઓની ફોજ ઉતરાવમાં આવી છે.
પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતન પેલ સહિતના પ્રધાનો યાત્રાના પ્રસ્થાનમાં ઉપસ્થિત રહેશે. 1થી 15 ઓક્ટોબર સુધી યોજાનારી બંને યાત્રાઓ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેશે.