રાજકોટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જંગી જાહેરસભા સંબોધી: કોંગ્રેસ પર આકરા

પ્રહારો: આતંકવાદનો પક્ષ લઈ કોંગ્રેસ દેશના સૈનિકોનું અપમાન કરી રહી છે: સ્મૃતિ ઈરાની

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અનર રાહુલ ગાંધી સામે અમેઠીથી લડનાર શ્રીમતી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા તેમણે જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં થયેલા વિવિધ કૌભાડોની હારમાળાથી દેશની છબી ખરડાઈ છે. વડાપ્રધાન પદેથી નરેન્દ્રભાઈ મોદી આવવાથી દેશને નવી દિશા મળી છે.

તેમજ ભારતને પ્રગતિના પથ ઉપર લાવવા તેમજ ભારતના નવનિર્માણનો સંકલ્પ કરવા માટે હાકલ  કરી હતી. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરિયા હતા. જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં ગરીબો નિર્ધન બન્યા.તેમજ દેશમાં અનેક સ્થળે બોમ્બ ધડાકા થયા.કેન્દ્ર માથી થએલા કોંગ્રેસના કોલસા કૌભાડ, ૨જી કૌભાડ  જેવા અનેક કૌભાડો થયા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કોંગ્રેસે ખેડૂતો પાસેથી જમીન લઈને તેને રોજગારી આપવાની  વાત અમેઠીના ગોરીગજથી કરી હતી પરંતું  ખેડૂતની જમીન હડપ કરીને બેરોજગાર બનાવ્યા ત્યાર આજે આંતકવાદનો પક્ષ લયને ડકોસ્લા પત્રમાં રાજદ્રોહનો કાયદો સમાપ્ત કરીને સૈનિકનું અપમાન કરી રહી છે.

પ્રાસંગિક ઉદ્બોધન લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા અને  લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તેમજ સ્વાગત પ્રવચન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને આભારવિધિ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમનું સંચાલન મહામંત્રી કિશોરભાઈ રાઠોડ કર્યુ હતું.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નરહરિભાઈ અમીન, બિનાબેન આચાર્ય, ગોવિંદભાઇ પટેલ,  લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલિયા, અનિલભાઈ રાઠોડ, દલસુખભાઈ નાગાણી, મુકેશભાઈ રાદડિયા, પરેશભાઈ પીપળીયા,  પ્રીતિબેન પનારા, દેવુબેન જાદવ, કંચનબેન સિધ્ધપુરા, નયનાબેન ગઢડીયા, દક્ષાબેન ભેસાણા, કલ્પનાબેન કિયાડ, મધુબેન કુગશિયા, અશોકભાઈ લુણાગરીયા, રમેશભાઈ અકબરી, ઝીણાભાઈ ચાવડા, માવજીભાઈ ડોડીયા, વલ્લભભાઈ દુધાત્રા, તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને જાહેર જનતા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.