સ્પર્ધામાં મોદી સ્કુલના બાળકો ઝળકયાં
સંગીત એક કલા છે તેના સાત સૂરોને સુંદર રાગમાં ઢાળીને તેને ગીતો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. જગદિપ વિરાણી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા કોટેચા સ્કુલનાં હોલમાં યોજાયેલ સુગમ સંગીત સ્પર્ધામાં શહેરની ૨૫ શાળાઓનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાં દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ ગીતો ગાઈને વાતાવરણને સંગીતમય બનાયું હતુ.
તેમાં પી.વી.મોદી સ્કૂલ ધો.૯ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ડાંગર ભાર્ગવે સાત સુરોના સરનામે ગીત ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કરી દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ અને ધો.૧૦ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી જોષી કેયુરીએ હું તો પાટણ શહેરની નાર ગીત ગાઈને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ.
આબંને વિદ્યાર્થીઓને ગીતની તૈયારી શાળાના સંગીત શિક્ષકોહુંબલ વૈશાલીબેન, ગોસ્વામી હિતેષભાઈ, ઉપાધ્યાય વિવેકભાઈએ કરાવી હતી. તેમજ ત્યાં સ્પર્ધા હોલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કવિ વિનોદ હરગોવિંદ જોષી, પ્રસિધ્ધ વકતા જયભાઈ વસાવડા વગેરે હાજર રહ્યા હતા. બંને વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી. મોદી પ્રિન્સીપાલ તથા શાળા પરિવારએ શુભેચ્છા પાઠવી હતી.