હોળી બે દિવસનો તહેવાર છે. ફાગણ સુદ પૂનમે હોળીકા દહન અને ફાગણ વદ એકમે ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તહેવારને હવે બે દિવસ બાકી રહ્યાં છે. ત્યારે માર્કેટમાં ઠેક-ઠેકાણે ધાણી, દાળીયા, ખજૂર, ટોપરા, પતાસા, હાયડો, કેસુડાના ફુલ સહિતની વસ્તુઓ વેંચાઈ રહી છે.
પૌરાણીક પરંપરા મુજબ નવા વરઘોડીયા તેમજ જે બાળકની પહેલી હોળી હોય તેઓને પતાસાનો હાયડો પહેરાવીને વાજતે-ગાજતે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. તેમજ દરેક લોકો ધાણી, ખજૂર, દાળીયા, ટોપ‚ સહિતની વસ્તુ અર્પણ કરીને પ્રદશિક્ષા કરવાની પ્રા જોવા મળે છે. જેી હોળી ધૂળેટીનો પર્વ નજીક આવતાની સો માર્કેટમાં ઠેક-ઠેકાણે ધાણી, દાળીયા, ખજૂર સહિતની વસ્તુઓ વેચાઈ રહી છે. તેમજ વર્ષમાં એકી બે દિવસ જ કેશુડાના ફુલ જોવા મળે છે.